નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં ચાલી રહેલી જી-7 સમિટમાં ઉષ્માભેર મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ગાઢ દોસ્તી હોવાની છાપ જોવા મળી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીની સાથે મજાક કરતાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું, તમે લોકો અમને વાત કરવા દો, અમે બંને વાત કરતાં રહીશું. જો જરૂર પડશે તો તમને લોકોને જાણકારી આપીશું.


તેના પર મજાક કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ (પીએમ મોદી) ખૂબ સારું અંગ્રેજી બોલે છે પરંતુ વાત કરવા નથી માંગતો. જે બાદ બંને ખિલખિલાટ હસી પડ્યા અને બાદમાં પીએમ મોદીએ હસતા હસતા ટ્રમ્પનો હાથ પકડીને તાળી આપી હતી. આ જોઈને ત્યાં હાજર લોકો પણ હસવું રોકી શક્યા નહોતા. બંને નેતાઓ વચ્ચે દોસ્તીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફ્રાન્સમાં આયોજીત જી-7 સમિટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ વાત કરી હતી કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્ધિપક્ષીય મુદ્દો છે અને અન્ય કોઇ દેશને તેમાં દખલ કરવાની કોઇ જરૂર નથી. ટ્રમ્પે પણ તેમની વાતને સમર્થન આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પર તેમને પુરો વિશ્વાસ છે. નોંધનીય છે કે ટ્રમ્પ અનેકવાર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી ચૂક્યા છે.


બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર

શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણ

BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે