Gaza war: 'આ મોટી ભૂલ હશે', પહેલા સપોર્ટ કર્યા બાદ હવે ઇઝરાયલને કેમ વોર્નિંગ આપી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન?

Gaza war: હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હમાસ દ્ધારા હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા

gujarati.abplive.com Last Updated: 16 Oct 2023 02:26 PM
ઈઝરાયલે ઈરાન પર આરોપ લગાવ્યો

ઇઝરાયલના મુખ્ય સૈન્ય પ્રવક્તા ડેનિયલ હાગારીએ ઈરાન પર આરોપ લગાવ્યો છે કે તેણે રવિવારે લેબનોન-ઈઝરાયેલ સરહદ પર હિઝબુલ્લા તરફથી હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હાગારીએ કહ્યું કે હિઝબુલ્લાહ, ઈરાનના નિર્દેશ હેઠળ ઇરાનના સમર્થન સાથે દક્ષિણ ગાઝામાં અમને ભટકાવવા માટે અનેક વખત ફાયરિંગ કર્યું છે.

ઇઝરાયલના વડાપ્રધાને પીડિતો સાથે મુલાકાત કરી

ગાઝાથી 10 લાખ લોકોનું પલાયન 

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (યુએનઆરડબ્લ્યુએ) એ ગાઝા અને પશ્ચિમ કાંઠે તેની સ્થિતિ પર એક નવો અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને રાખવા માટે પુરતી બોડી બેગ નથી

યુદ્ધવિરામ નથી

 ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આજે સવાર સુધીમાં કોઈ યુદ્ધવિરામ નથી. ઇઝરાયેલના પીએમઓએ એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી.

ઈઝરાયલની ટોચની સ્તરની સુરક્ષા કેબિનેટની બેઠક

ઈઝરાયેલના મીડિયાએ પીએમઓ ઓફિસના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે ઈઝરાયલની ટોચની સ્તરની સુરક્ષા કેબિનેટની બેઠક દેશની રાજધાની તેલ અવીવના સૈન્ય મુખ્યાલયમાં સાંજે 5 વાગે મળવાની આશા છે.

ગાઝાની સ્થિતિ પર પાકિસ્તાને નિવેદન આપ્યું 

ગાઝામાં ચાલી રહેલી હિંસાને લઈને પાકિસ્તાન ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાનના પીએમઓ કાર્યાલયે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ લખ્યું કે અમે પેલેસ્ટાઈનના લોકો સાથે ઊભા છીએ અને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને નાકાબંધી હટાવવાની હાકલ કરીએ છીએ.





ઇઝરાયલે હમાસના હથિયારો જપ્ત કર્યા 

ઇઝરાયલની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર હમાસ પાસેથી જપ્ત કરાયેલા હથિયારોનો વીડિયો પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું હતું કે આ હથિયારો હમાસ દ્ધારા ઇઝરાયલના લોકોની હત્યા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોના માત્ર 20 ટકા છે.





સમગ્ર યુરોપમાં પેલેસ્ટાઇનના લોકોના સમર્થનમાં દેખાવો

સીએનએનના અહેવાલો અનુસાર, આ સપ્તાહના અંતમાં સમગ્ર યુરોપમાં પેલેસ્ટાઇનના લોકોના સમર્થનમાં  પ્રદર્શનો થયા હતા. સમગ્ર વિશ્વમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના સમર્થનમાં વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાંથી કેટલાક સ્થળો પર હિંસક પ્રદર્શનો પણ થયા હતા. 

બ્રેકગ્રાઉન્ડ

Gaza war:  હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઇઝરાયલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું કે જો ઇઝરાયલ ગાઝા પર કબજો કરે છે તો તે મોટી ભૂલ હશે. જો કે, બાઇડને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હમાસનો સંપૂર્ણ નાશ થાય, કારણ કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.






વાસ્તવમાં બાઇડનને એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરાયો હતો કે શું તેઓ આ સમયે ગાઝા પર ઇઝરાયેલના કબજાને સમર્થન આપશે? તેના પર બાઇડને કહ્યું, મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. મારા મતે ગાઝામાં જે બન્યું તેના માટે હમાસ જવાબદાર છે. હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને મને લાગે છે કે ગાઝા પર ફરીથી કબજો કરવો ઇઝરાયેલ માટે ભૂલ હશે. અમે ઉગ્રવાદી હમાસ અને હિઝબુલ્લાહને બહાર કાઢવા માટે અંદર જઈ રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પગલું છે.


જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે હમાસ સંપૂર્ણ રીતે નષ્ટ થાય? આના પર તેમણે કહ્યું, હા પણ પેલેસ્ટાઈન ઓથોરિટીની જરૂર છે. પેલેસ્ટિનિયન રાજ્યના માર્ગની જરૂરી છે.


ગાઝામાં અત્યાર સુધીમાં 2670ના મોત


હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હમાસ દ્ધારા હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં હમાસના હુમલાખોરોએ હવાઈ, દરિયાઈ અને સરહદ દ્વારા ઇઝરાયલની સરહદમાં ઘૂસી ગયા હતા અને નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇઝરાયલમાં 1300 લોકોના મોત થયા છે. જેમાં 29 અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હમાસે સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા હતા. ત્યારથી ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 2670 લોકોના મોત થયા છે. 9,600 લોકો ઘાયલ થયા છે. હમાસના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે.


હમાસના હુમલા બાદ બાઇડને ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ઇઝરાયલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજો અને વિમાનો પણ તૈનાત કર્યા છે. અમેરિકાએ ઈરાન સહિત અન્ય દેશોને પણ આમાં ભાગ ન લેવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.