બેંગકોંકઃ થાઇલેન્ડમાં કોવિડ સેન્ટર્સમાં અશ્લિલતાની ઘટનાઓ સામે આવી રહી છે. સાઉથ બેંગકોકના સમુત પ્રકાન પ્રાન્તમાં કોવિડ હોસ્પિટલમાં કેટલાક કોરોનાના દર્દીઓ દ્ધારા ડ્રગ્સ લઇને ગ્રુપ સેક્સ કરવાની ઘટના સામે આવતા મહિલાઓ અને પુરુષોની સારવાર અલગ અલગ સ્થળો પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ ડ્રગ્સ લઇને હોસ્પિટલના જ બેડ પર ગ્રુપ સેક્સ કરતા હોવાની ખબરો સામે આવ્યા બાદ થાઇલેન્ડના ઇન્ટરનલ સિક્યોરિટી ઓપરેશન કમાન્ડ ઓફિસર્સે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. ટીમે હોસ્પિટલના સીસીટીવી કેમેરા જોયા હતા જેમાં પુરુષ અને મહિલા દર્દીઓ એકબીજાના વોર્ડમાં જોતા જોઇ શકાતા હતા. ઘણા દર્દીઓ વચ્ચે મારપીટની પણ ઘટના બની હોવાનુ પણ કહેવામાં આવે છે.
હાલમાં સમુત પ્રકાન પ્રાન્તમાં પાંચ ઘરમાં આશરે 1,000 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોવિડ -19 ચેપ માટે સારવાર લઈ રહ્યા છે.અહી કોરોનાના દર્દીઓ ડ્રગ્સ લઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. એટલું કેટલાક દર્દીઓ ગ્રુપ સેક્સ કરી રહ્યા હોવાની ઘટનાઓ બની હતી.
આ ઘટના બાદ બંગ ફલી જિલ્લાના બનાગ પ્લા સબ-ડિસ્ટ્રિક્ટમાં આવેલી ફિલ્ડ હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ દ્ધારા મહિલા અને પુરુષ દર્દીઓ માટે અલગ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે દર્દીઓ ડ્રગ્સ લીધું હોવાના, ગ્રુપ સેક્સમાં સામેલ હોવાનું અને ઝઘડામાં સામેલ હોવાની જાણ થઇ હતી તે દર્દીઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો ફરીથી આ પ્રકારનું વર્તન કરવામાં આવશે તો અન્ય જગ્યાએ તેમની સારવાર કરવામાં આવશે.
ફિલ્ડ હોસ્પિટલના ઓફિસરોએ આ મામલે દર્દીઓની ફરિયાદ કરી હતી જેથી પોલીસ અને વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી હતી. તપાસકર્તાઓએ તપાસમાં હોસ્પિટલના સીસીટીવી કેમેરા જોયા હતા જેમાં પુરુષ અને મહિલા દર્દીઓ એકબીજાના વોર્ડમાં જોતા જોઇ શકાતા હતા.
તપાસકર્તાઓએ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા અનેક દર્દીઓએ પૂછપરછ કરી હતી. જોકે દરોડા દરમિયાન સેન્ટરમાંથી ડ્રગ્સ મળી આવ્યું નહોતું. જોકે, વ્યાપક પ્રમાણમાં સિગારેટ અને હુક્કો મળી આવ્યો હતો જે ત્યાં પ્રતિબંધિત છે. હવે પુરુષો અને મહિલાઓને અલગ અલગ ઝોનમાં સારવાર આપવાનો નિર્ણય લેવાતા આ પ્રકારની બદીઓ દૂર થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ફિલ્ડ હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવા માટે અધિકારીઓની એક નાની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં વહીવટી અધિકારીઓ, પોલીસ ઓફિસર્સ અને મિલિટ્રી પર્સનલનો સમાવેશ થાય છે. ઓર્ડર જાળવવામાં સહાય માટે અધિકારીઓનું એક નાનું જૂથ હવે ફિલ્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.