તેણે #BlackoutTuesday #justiceforgeorgefloyd હેશટેગનો ઉપયોગ કરીને લખ્યું, આપણે એકલા ઓછું મેળવી શકીએ છીએ, એક સાથે ઘણું બધુ મેળવી શકીએ છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની અને ટિફનીની મા માર્લા મેપલ્સે પણ દેખાવકારોનું સમર્થન કરતા બ્લેક સ્ક્રીનની તસવીર પોસ્ટ કરી છે.
ફ્લોઇડના મોતના જેટલા પણ આરોપી પોલીસવાળા છે તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. તેમાંથી પહેલા જ એક પોલીસ સામે મામલો નોંધવામાં આવ્યો હતો, હવે અન્ય પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ફ્લોઇડની હત્યા બાદ અમેરિકામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સૈન્ય તૈનાત કરવાની ધમકી આપી હતી. આ પછી હિંસા વધી હતી, હિંસા વધતા ટ્રમ્પનું વલણ નરમ પડ્યું હતું.