Coronavirus: કોરોના વાયરસની મહામારીને પગલે સફળ વેક્સીન આવતા સુધીમાં જ વિશ્વમાં 20 લાખ લોકોના મોતની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. ચીનમાંથી કોરોના શરૂ થયાને 9 મહિના થયા અને અત્યાર સુધીમાં આશરે 10 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.

WHOએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ જ રીતે સંક્રમણ ફેલાશે તો વેક્સિન આવતા સુધીમાં 20 લાખ લોકોના મોત થઈ જશે. આ ઉપરાંત વિશ્વમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણ પાછળ યુવાનોને જવાબદાર ન ગણવા માટે WHOએ વિનંતી કરી છે.

WHO ના વરિષ્ઠ સલાહકાર બ્રૂસ એયલવાર્ડએ કહ્યું અમારી વાતચીત ચીન સાથે તેની ભૂમિકાને લઈને થઈ રહી છે. જેનાથી અમને આગળ વધવામાં મદદ મળશે. તેમણે તાઈવાનના WHOના કાર્યક્રમમાં શામેલ થવાની પુષ્ટી કરી છે. જ્યારે તાઈવાન WHOનો સદસ્ય દેશ નથી. ઉલ્લેખનીય છે કે WHOના COVAX કાર્યક્રમમાં સામેલ થનારા દેશોની સંખ્યા 159 થઈ ગઈ છેજ્યારે 34 દેશોએ હાલ નિર્ણય નથી કર્યો.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ