Sri Lanka and Mauritius: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે શ્રીલંકા અને મૉરેશિયસ માટે UPI સર્વિસ શરૂ કરશે. આ સાથે આ બંને દેશોમાં UPI અને RuPay કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ થશે. UPIને વૈશ્વિક બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આજે બપોરે 1 વાગે આ સર્વિસને લૉન્ચ કરશે, તેનાથી આ બંને દેશોમાં ભારતીય પ્રવાસીઓને મોટી સુવિધા મળશે. હાલમાં જ ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત એફિલ ટાવરમાં પણ UPI સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ફ્રાન્સ ધીમે-ધીમે આ સેવા સમગ્ર દેશમાં લાગુ કરવા જઈ રહ્યું છે.


પર્યટકોને થશે સૌથી વધુ ફાયદો 
વિદેશ મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, આ લૉન્ચિંગ પછી UPI સર્વિસ (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) શ્રીલંકા અને મૉરેશિયસમાં શરૂ થશે. આ સેવા દ્વારા આ બંને દેશોની વિઝીટ લેતા ભારતીય પ્રવાસીઓ અને ભારતની વિઝીટે આવતા મૉરેશિયસના નાગરિકોને પણ ફાયદો થશે. મૉરેશિયસ માટે RuPay કનેક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેનું લાઈવ ટેલિકાસ્ટ આરબીઆઈની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.


મૉરેશિયસમાં રૂપે કાર્ડ સર્વિસીઝ શરૂ થશે 
વિદેશ મંત્રાલયે કહ્યું કે મૉરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓ શરૂ થયા પછી રુપે કાર્ડનો ઉપયોગ ભારતની સાથે સાથે મૉરેશિયસમાં પણ થઈ શકશે. ભારત ફિનટેક ક્રાંતિના નેતા તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બન્યું છે. પીએમ મોદી આ યૂપીઆઈ સેવાને સહયોગી દેશો સુધી લઈ જવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. શ્રીલંકા અને મૉરેશિયસ સાથે ભારતના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો છે. આ લૉન્ચિંગથી બંને તરફના લોકો સરહદ પારથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા મેળવી શકશે. આ ઉપરાંત આ દેશો સાથે ભારતની ડિજિટલ કનેક્ટિવિટી પણ વધશે.






બહેરીનમાં શરૂ થયુ ડિજીટલ ફી કલેક્શન કિયૉસ્ક 
તાજેતરમાં 7 ફેબ્રુઆરીના રોજ બહેરીનમાં ભારતીય દૂતાવાસે ડિજિટલ ફી કલેક્શન કિઓસ્ક લૉન્ચ કર્યું હતું. આ માટે ICICI બેંક અને સદાદ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ BSC એ ભારતીય દૂતાવાસ સાથે હાથ મિલાવ્યા છે. આ એક સેલ્ફ સર્વિસ ટચ સ્ક્રીન કિઓસ્ક છે. બહેરીનમાં રહેતા લગભગ 3.40 લાખ ભારતીયો તેનો લાભ લઈ રહ્યા છે. હવે તે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પાસપોર્ટ રિન્યુઅલ, પ્રમાણીકરણ, લગ્ન નોંધણી અને જન્મ નોંધણી માટેની ફી ચૂકવવા સક્ષમ છે.