ખરેખરમાં, દુનિયામાં ગ્લૉબલ વૉર્મિંગ અને વધતા દરિયાના જળસ્તરના પ્રભાવ પર એક સ્ટડી થઇ છે. મંગલવારે નેચર કૉમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં ભવિષ્યમાં જળસ્તરમાં થનારી વૃદ્ધિ અને તેના પ્રભાવ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, જે તથ્યો સામે આવ્યા છે તે મુજબ દેશની આર્થિક રાજધાની મુંબઇ પર 2050 સુધી ડુબી જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે, આનુ કારણ વધતી સમુદ્રનુ જળસ્તર છે.
રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે, ભારત અને અન્ય એશિયન દેશો (બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા)માં પ્રૉજેક્ટેડ હાઇ ટાઇડ લાઇન (જ્યાં સુધી ઉચ્ચ જ્વાર પહોંચી શકે છે)ની નીચે રહેનારી વસ્તીમાં આ સદીના અંત સુધીમાં પાંચથી દસ ગણી વૃદ્ધિ જોઇ શકાય છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, કેટલાક દ્વીપો પર બનેલા શહેરના ઐતિહાસિક કેન્દ્રના મધ્ય ભાગ પર આનો ખતરો વધુ છે. આ સ્ટડીની સાથે એક માનચિત્રોની સીરીઝ પણ પ્રકાશિત કરવામાં આવી છે. તે પ્રમાણે મુંબઇની સાથે સાથે બેંનકોક અને શંધાઇના કેટલાક ભાગોને 2050 સુધી ડુબેલા બતાવવામાં આવ્યા છે. આ શોધ અમેરિકામાં ક્લાઇમેટ સેન્ટ્રલના સ્કૉટ એ કલ્પ અને બેન્ઝામિન એચ સ્ટ્રૉસે પ્રકાશિત કરાવી છે. ક્લાયમેટ સેન્ટ્રલ એક ગેરલાભકારી સમાચાર સંગઠન છે, જેમા વૈજ્ઞાનિકો અને પત્રકારો જોડાયેલા છે, જે ખાસ કરીને જલવાયુ-ગ્લૉબલ વૉર્મિંગ પર રિસર્ચ કરી રહ્યાં છે.