વૉશ્ગિટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિલેરી ક્લિંટન માટે છેલ્લા સમયે એક ખુશખબરી સામે આવી છે. એફબીઆઈએ ગોપનીય જાણકારી લીક કર્યાના મામલામાં ક્લિંટનને ક્લીન ચીટ આપી દીધી છે. એફબીઆઈ આ આરોપોની તપાસ કરી રહી હતી કે શું વિદેશ મંત્રી રહ્યા ત્યાં સુધી હિલેરીએ પોતાના ખાનગી ઈ-મેઈલ સર્વરથી અમુક ગોપનીય જાણકારી લીક કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના 24 કલાક પહેલા હિલેરી ક્લિંટન માટે એક એવી ખબર સામે આવી છે જે તેમના વિરોધી ઉમેદવાર ડૉનલ્ડ ટ્રંપ પર નિર્ણાયત લીડ મેળવી શકે છે. અમેરિકાની ખાનગી તપાસ એંજસી એફબીઆઈએ હિલેરી ક્લિંટનના ઈમેઈલમાં આવા પ્રકારના કોઈ ગુનાહિત વાતના સબૂત મળ્યા નહોતા.

અમેરિકી કોંગ્રેસે લખેલા એક પત્રમાં એફબીઆઈના નિદેશક જેમ્સ કૂમીએ કહ્યું કે તપાસ એંજસીએ પોતાનું કામ પુરું કરી નાંખ્યું છે અને એવામાં આવું કંઈ પણ મળ્યું નથી. જેનાથી કોઈ ગુનાહિત મામલો સાબિત થતો નથી.