આપણને બધાને આઈસ્ક્રીમ ખાવાનો શોખ હોય છે, પરંતુ કેટલાક લોકો શોખ પૂરો કરવાના પ્રયાસમાં હદ વટાવી જતા હોય છે. આવો જ વિચિત્ર કિસ્સો કેનેડામાં જોવા મળ્યો હતો. નાના શહેરની વચ્ચે પાયલોટે આઈસ્ક્રીમ ખાવા માટે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. પરંતુ તેને પોતાનો શોખ પૂરો કરવો ભારે પડ્યો છે. પોલીસે પાયલોટ વિરુદ્ધ ગેરકાયદે લેન્ડિંગ માટે કેસ નોંધ્યો છે.
પાયલોટે આઈસ્ક્રીમનો શોખ પૂરો કરવાનો હતો
31 જુલાઇના રોજ ટિસડેલના રહેવાસીઓએ શહેરની એકમાત્ર ડેરી ક્વીન પાસે પાર્કિંગ વિસ્તારમાં લાલ હેલિકોપ્ટર ઉતરતા જોયું. તે ઉતરતા જ ધૂળના ગોટેગોટા જોવા મળ્યા હતા. શરૂઆતમાં કેટલાક લોકોએ ભૂલથી તેને એર એમ્બ્યુલન્સ હોય એવું લાગ્યું કારણ કે તેનો રંગ તબીબી કટોકટી માટે ઉપયોગમાં લેવાતા પ્રાંતીય એર એમ્બ્યુલન્સ જેવો હતો. જ્યારે સ્થળ પર હાજર ટિસડેલના મેયરે લાલ રંગનું હેલિકોપ્ટર જોયું ત્યારે તેમને પણ લાગ્યું કે આ એર એમ્બ્યુલન્સ છે. સત્તાવાળાઓએ જાહેર કરેલા ફોટામાં પાર્કિંગ એરિયાની વચ્ચે લાલ રંગનું વિમાન જોઈ શકાય છે. ડેરી ક્વીનની ઓળખ ડાબી બાજુ દેખાય છે. પાયલોટની આ અનોખું પરાક્રમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
હેલિકોપ્ટરના ગેરકાયદે ઉતરાણ પર કાયદાકીય ગાળીયો
અમેરિકન ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ ડેરી ક્વીનની કેનેડામાં શાખા છે. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ પેસેન્જર ડેરી ક્વીનમાં દાખલ થયો. પરંતુ જ્યારે મેયરે પેસેન્જરને આઈસ્ક્રીમ કેક સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો જોયો ત્યારે તેણે ઓળખી લીધું કે પ્લેનના લેન્ડિંગનું કારણ કંઈક અલગ છે. તેણે સીબીસી ન્યૂઝ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે પાયલોટ ભૂખ્યો હોવો જોઈએ. બાદમાં પાયલોટની ઓળખ 34 વર્ષીય લિરોય તરીકે થઈ હતી. તેની પાસે ઉડાનનું લાયસન્સ હતું પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું કે લેન્ડિંગ ઇમરજન્સી માટે નહોતું. હવે આરોપી પાયલોટે 7 સપ્ટેમ્બરે મેલફોર્ટની કોર્ટમાં હાજર રહેવું પડશે.