Hajj 2024: સાઉદી અરેબિયાએ હજ યાત્રા માટે સત્તાવાર પરમિટની સાથે સ્વાસ્થ્ય સંબંધિત નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે પણ હજ યાત્રીઓ માટે અનેક રસીકરણ ફરજિયાત બનાવ્યા છે. સેહત એપ્લિકેશન મારફતે હજ યાત્રીઓએ રસીકરણ અપડેટ્સ આપવાનું રહેશે અને જાણ કરવી પડશે કે તેમણે વેક્સિન લીધી છે.


મંત્રાલયનું કહેવું છે કે રસીકરણ માટે હજ યાત્રીઓએ સેહત એપ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઉપરાંત, સાઉદી અરેબિયામાં રહેતા લોકો માટે કોવિડ-19 વેક્સિન, ઈન્ફલ્યુએન્ઝા વેક્સિન અને મેનિનઝાઇટિસની રસી ફરજિયાત છે. હજ યાત્રીઓ માટે એ પણ મહત્વનું છે કે આ રસી છેલ્લા 5 વર્ષમાં જ લીધી હોવી જોઈએ.


અન્ય દેશોમાંથી મક્કા આવતા લોકો માટે ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ તેમના આગમનના ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અથવા પાંચ વર્ષની અંદર નીજેરિયા મેનિનઝાઇટિલની રસી લીધી હોવી જોઇએ.  આ સમયગાળો 5 વર્ષથી વધુ ન હોવો જોઈએ. પોલિયો રસીકરણ કરાવવું પણ જરૂરી છે અને હજ યાત્રીઓ પાસે તેમના દેશનું રસીકરણ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.


સાઉદી અરેબિયાના મંત્રાલયે કહ્યું કે તમામ હજ યાત્રીઓ પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે, જે 7 જૂન, 2024 સુધી માન્ય હોય. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, આ મહિનામાં સમગ્ર વિશ્વના મુસ્લિમો હજ માટે મક્કા જાય છે.


સાઉદી અરેબિયાએ હજ પરમિટ વિના હજ પર પ્રતિબંધ મુક્યો છે. હજ મંત્રાલય, પયગંબર મસ્જિદ, ગ્રાન્ડ મસ્જિદના મામલાને જોતા સત્તાધિકારીઓ અને અન્ય વરિષ્ઠ વિદ્વાનોને મળીને તપાસ કરી કે પરમિટ વિના હજ કરવા આવતા લોકોના કારણે કેવા પ્રકારના પડકારો આવી શકે છે. તેઓનું માનવું છે કે જ્યારે લોકો પરમિટ વિના આવે છે ત્યારે તે હજ યાત્રીઓની સુરક્ષાને જોખમમાં મુકે છે અને ભીડને કારણે નાસભાગનો ખતરો રહે છે. હજ મંત્રાલયે કહ્યું છે કે હજયાત્રીઓ Nusk Platform પરથી હજ પરમિટ મેળવી શકે છે.