Dubai World Largest Airport: યૂનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પ્રવાસન ક્ષેત્રે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યું છે. તેને જોતા UAEના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે એક મોટી જાહેરાત કરી છે. શેખ મોહમ્મદ બિનએ રવિવારે તેમના X એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે દુબઈ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ, તેનું પોર્ટ, શહેરી કેન્દ્ર અને એક નવું ગ્લૉબલ સેન્ટર બનશે. આ અંતર્ગત તેમણે લગભગ US $35 બિલિયન (2.9 લાખ કરોડ કરોડ)ના નવા એરપોર્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.


હશે 5 રનવે અને 400 એરક્રાફ્ટ ગેટ 
શેખ મોહમ્મદે વધુમાં જણાવ્યું કે નવા એરપોર્ટને અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવશે અને તેમાં 5 રનવે હશે, 260 મિલિયન મુસાફરોને હૉસ્ટ કરવાની ક્ષમતા અને 400 એરક્રાફ્ટ ગેટ હશે. તેમણે વધુમાં કહ્યું કે આ નવો પ્રોજેક્ટ "અમારા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસ" સુનિશ્ચિત કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


હાલના એરપોર્ટથી હશે પાંચ ગુણું મોટુ 
દુબઈના શાસકે વધુમાં કહ્યું કે, આ એરપોર્ટ હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા 5 ગણું કદનું હશે અને આવનારા વર્ષોમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની તમામ કામગીરી તેના પર ટ્રાન્સફર કરવામાં આવશે.


અહીં જાણો એરપોર્ટની 7 ખાસ વાતો 
અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે 260 મિલિયન મુસાફરોને હૉસ્ટ કરતું વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે.
આવનારા વર્ષોમાં તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા 5 ગણું કદનું હશે.
એરપોર્ટ પર 400 એરક્રાફ્ટ ગેટ અને 5 રનવે હશે.
દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ એક આખું શહેર બનાવવામાં આવશે કારણ કે પ્રોજેક્ટ 1 મિલિયન લોકો માટે આવાસની માંગ કરશે.
આ એરપોર્ટ લૉજિસ્ટિક્સ અને એવિએશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપનીઓને હૉસ્ટ કરશે.
નવા ટર્મિનલનો ખર્ચ AED 128 બિલિયન (US$34.85 બિલિયન અથવા રૂ. 2.9 લાખ કરોડ) થશે.
ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.