Florida Halloween Party:  અમેરિકાના ફ્લોરિડાના ટૈમ્પામાં હેલોવીન સેલિબ્રેશનમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણને કારણે બે લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસે સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે હેલોવીન સેલિબ્રેશનમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે.






એપી રિપોર્ટ અનુસાર, પોલીસે આ ઘટના સાથે જોડાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય એક આરોપીની શોધ ચાલુ છે. જોકે, સત્તાવાળાઓએ હજુ સુધી પીડિતોના નામ જાહેર કર્યા નથી.


મૃતકો એલિજાના પિતા એમ્મિટ વિલ્સને એપીને જણાવ્યું કે તેમનો 14 વર્ષનો પુત્ર આ હુમલામાં માર્યો ગયો છે.  ફાયરિંગ અંગે વિલ્સને કહ્યું હતું કે  મને આશા છે કે તપાસકર્તાઓ તેમનું કામ કરશે."


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકોને હેલોવીન કોસ્ચ્યુમ પહેરેલા જોઈ શકાય છે. જ્યારે ફાયરિંગનો અવાજ આવે છે ત્યારે લોકો દારૂ પીતા અને રસ્તા પર વાત કરતા જોવા મળે છે, જેના કારણે નાસભાગ મચી જાય છે. દોડતી વખતે કેટલાક લોકો ટેબલ પાછળ સંતાઇ ગયા હતા. ઘટના પછીના વીડિયોમાં પોલીસ અધિકારીઓ જમીન પર પડેલા ઘણા ઘાયલ લોકોની સારવાર કરતા જોવા મળે છે. જોકે, એબીપી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરી શક્યું નથી.  


તાજેતરમાં જ અમેરિકાના લેવિસ્ટન, મેઈનમાં અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા  જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા.. પોલીસના જણાવ્યા અનુસાર એક શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે તેના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા છે, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને સંસ્થામાં પ્રવેશી રહ્યો છે અને હાલમાં તે ફરાર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની હિંસા પર નજર રાખતી સંસ્થા ગન વાયોલન્સ આર્કાઇવના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 565મી સામૂહિક ગોળીબાર છે