સાઉદી અરબનું નામ આવતા જ આપણા મગાજમાં રણ અને એક ગરમ પ્રદેશની ઝલક સામે આવી જાય. હાલમાં કંઈક એવું થયું છે જેને જોઈને તમને વિશ્વાસ નહીં આવે. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો શેર થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાઉદીમાં બરફવર્ષા થઈ રહી છે.


સાઉદીમાં બરફ વર્ષાથી બધા હેરાન

સોશિયલ મીડિયા પર સામે આવેલ તસવીરથી સાઉદી અરબમાં બરફવર્ષાને જોઈને બધા આશ્ચર્યચકીત થયા છે. અહીં બરફવર્ષા કંઈક એવી થઈ છે કે રણમાં રેતની સાથે ઊંડની પીઠ પર પણ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે.


જોકે આ પ્રથમ વખત નથી થયું જ્યારે સાઉદી અરબમાં બરફવર્ષા થઈ છે. આ પહેલા પણ ઘણી વખત સાઉદીમાં બરફવર્ષા થઈ છે. જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે વિતેલા 50 વર્ષમાં સાઉદીમાં આટલી મોટી બરફવર્ષા ક્યારેય નથી જોઈ.


એક સપ્તાહ પહેલા જ ખાડી દેશોમાં શિયાળાની ઋતુનો શુભારંભ થયો છે, રાતમાં ફુંકાતા ઠંડા પવનોનાં કારણે દેશનાં ઘણા ભાગોમાં તાપમાન માઇનસમાં પહોંચી રહ્યું છે, આવી સ્થિતીમાં લોકો દિવસમાં ગરમી અને રાતે ઠંડી સામે ઝઝુમે છે.


સાઉદી અરેબિયાનાં હવામાન વિભાગે આગામી દિવસો અંગે ચેતવણી જારી કરી છે, હવામાન વિભાગે કહ્યું કે દેશનાં અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન વધુ ઘટી શકે છે, આવી સ્થિતીમાં લોકો રાતમાં નિકળતા સમયે ઠંડીથી પોતાનો બચાવ જરૂર કરે, દેશનો અસિર વિસ્તાર ભારે હિમવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત છે.


સાઉદી અરબનાં લોકો પણ દેશમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેઅર કરવા લાગ્યા છે, સૌથી લોકપ્રિય થયેલી ક્લિપમાં એક ઉંટ જોવા મળે છે, જે સમજી નથી શકતો કે આવું ઠંઠું શું છે.