વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની આર્મીના જવાનો રસી લેવા માટે તૈયાર નથી, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2021 10:22 AM (IST)
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે અમેરિકામાં ઇમરજન્સીમાં ફાઈઝર રસીને મંજૂરી આપવામાં આવી છે.
(પ્રતીકાત્મક તસવીર)
વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં છે. કોરોના સંક્રમિક દેશોની યાદીમાં અમેરિકાન ટોપ પર છે. અહીં અત્યાર સુધી 2 કરોડ 84 લાખથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. જ્યારે કહેવાય છે કે કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન સેનાના ત્રીજા ભાગના જવાનોએ કોરોના રસી લેવાની ના પાડી દીધી છે. અમેરિકાની સેનાએ કોરોના રસી લેવાની ના પાડી કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે અમેરિકામાં ઇમરજન્સીમાં ફાઈઝર રસીને મંજૂરી આપવામાં આવી છે. ત્યાર બાદ હવે એ વાતનો ખુલાસો થયો છે કે અમેરિકાની સેનાના લગભગ એક તૃતિયાંશ ભાગના લોકોએ રસી લેવાની ના પાડી દીધી છે. આ વાતનો ખુલાસો પેન્ટાગનના અધિકારીઓએ બુધવારે કર્યો છે. અમેરિકાની સેના પર સંક્રમણની અસર મેજર જનરલ જેફ તાલિફેરોએ કોંગ્રેસની સુનાવણીમાં ખુલાસો કરતાં સ્પષ્ટ કર્યું છે કે ‘અમેરિકામાં સેનાના અનેક જવાનો કોરનાથી પ્રભાવિત છે. જ્યારે અમેરિકાના રક્ષા વિભાગ કોરોના રસીને વૈકલ્પિક રીતે ચાલુ રાખશે, માટે સેનાના લગભગ ત્રીજા ભાગના જવાનોએ કોરોના રસી લેવાની ના પાડી દીધી છે.’ કોરોના રસીને નથી મળી ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી જેફ તાલિફેરોએ સ્પષ્ટ કહ્યું ચે કે, દેશમાં હજુ સુધી કોઈપણ રસીને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પૂર્ણ સ્વીકૃતિ મળી નથી. માટે સેનાના અનેક જવાનોએ કોરોના રસી લેવાની ના પાડી દીધી છે. તાલિફેરોએ કહ્યું કે, આ આંકડો શરૂઆતના ડેટા આધારિત છે. પેંટાગનના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે, રસીકરણ પર કોઈ વિસ્તૃત સૈન્ય ડેટા ન હતો, ના પાડવાનું સ્તાર સામાન્ય જનસંખ્યા બરાબર છે, જ્યાં લગભગ રસી ઓફર કરવામાં નથી આવી. અમે સેનામાં મૂલ રીતે અમેરિકાન સમાજની સ્વીકૃતિ રેટને દર્શાવીએ છીએ.