વોશિંગટન: અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે બરફવર્ષા વરસાદ અને પૂરના પ્રકોપને કારણે 11 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર ઓકાહોમા, ટેક્સાસ, શિકાગો અને ડલાસ રાજ્યમાં થઈ છે. અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.


ટેક્સાસમાં એક પોલીસ અધિકારી અને એક બચાવકર્મીનું મોત નિપજ્યું છે . ઓકલાહોમામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે કે લુસિયાનામાં એક મકાન ધરાશાયી થવાથી વૃદ્ધ દંપતિ મોતને ભેટ્યું છે. ટેક્સાસમાં વીજ પુરવઠો ઠપ્પ થવાથી હજારો લોકો તેમનું ઘર છોડીને ઓહિયો જતા રહ્યા હતાં. અલબામામાં લગભગ 85 હજાર લોકો અત્યારે વીજળી વિના રહેવા માટે મજબૂર છે.

નેશનલ વેધર સર્વિસે શનિવારે અરકંસાસ, ટેનેસી, મિસિસિપી, મિસૌરી, ઇલિનોઇસ અને ઇન્ડિયાના પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂરની ચેતવણી જાહેર કરી છે. શિકાગોમાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર-પશ્વિમી ઇલિનોઇસની આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારમાં 218 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડું ત્રાટકવાની આશંકા જાહેર કરાઇ છે.