Nepal Helicopter Missing: નેપાળમાં મંગળવારે સવારે ગુમ થયેલું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેનો કાટમાળ પણ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. તમામ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી નાગરિકો સવાર હતા.






.






નેપાળની સર્ચ ટીમને ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બસ્તોલાએ એએનઆઈને જણાવ્યું હતું કે 'ગામવાસીઓએ નેપાળ સર્ચ ટીમને હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મનાંગ એરનું આ હેલિકોપ્ટરે મંગળવારે સવારે 10.10 મિનિટે ઉડાણ ભરી હતી. તેના 15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.


ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ગુમ થયેલ હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10.15 વાગ્યે તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીના જણાવ્યા અનુસાર કોલ સાઈન 9N-AMV ધરાવતું હેલિકોપ્ટર સાથેનો સંપર્ક ટેક-ઓફ થયાના 15 મિનિટ બાદ તૂટી ગયો હતો.  






પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે મનાંગ એર હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો અને સોલુખુમ્બુ જિલ્લાના લામજુરા ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે હેલિકોપ્ટર પર્વતની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું છે. જેના કારણે આ અકસ્માત થયો હતો. રાજેશનાથ બસ્તોલાએ કહ્યું હતું કે જે મૃતદેહો મળી આવ્યા છે તેની હજુ સુધી ઓળખ થઈ નથી. મનાંગ એર ઓપરેશન્સ અને સિક્યોરિટી મેનેજર રાજુ ન્યુપેનના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં કેપ્ટન ચેત બહાદુર ગુરુંગની સાથે પાંચ મેક્સિકન નાગરિકો સવાર હતા. જેમનું મૃત્યુ થયું છે.


નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે સોલુખુમ્બુના સુરકીથી કાઠમંડુ માટે સવારે 9:45 વાગ્યે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરને શોધવાના પ્રયાસો ચાલુ છે.