નવી દિલ્લી: ચીનના અડગ વલણના કારણે ભારતને એનએસજીમાં સભ્યતા મળી નહોતી. પરંતુ હવે ભારત આ મુદ્દા પર ચીનની સાથે આક્રમક વલણ અપનાવી શકે છે. પીએમ મોદીની જાપાન યાત્રા દરમિયાન ભારત અને જાપાન સંયુક્ત રૂપથી એક નિવેદન જાહેર કરીને દુનિયાને બતાવશે કે દક્ષિણ ચીન સાગર પર ચીન કેવી રીતે બીજા દેશોની અવગણના કરી રહ્યો છે. ચીન દ્વારા આતંકી મસૂદ અજહર અને એનએસજીમાં વાંધો ઉઠાવ્યા પછી ભારતીય રણનીતિકારોનું માનવું છે કે આ મુદ્દા પર હવે ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની જરૂર છે.

દક્ષિણ ચીન સાગર પર સિંગાપુરે ભલે ભારતની સાથે રહેવાના ઈનકાર કરી દીધો હોય, પરંતુ જાપાને કહ્યું છે કે દક્ષિણ ચીન સાગરના મુદ્દા પર પોતાના હિસાબે વિચારવું જોઈએ. ભારત અને જાપાને ગત વર્ષે પહેલી વખત શેયર કરેલા વક્તવ્યમાં દક્ષિણ ચીન સાગરની વાત કરી હતી. પરંતુ હવે પહેલી વખત ખુલ્લા પ્લેટફોર્મ પર કહેશે કે દક્ષિણ ચીન સાગર પર ચીન માત્ર અંતરરાષ્ટ્રીય પંચના નિર્ણયની અવગણના જ નહીં પરંતુ ક્ષેત્રીય સ્થાયિત્વ માટે ખતરારૂપ પણ બનેલો છે.