વૉશિગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમા ડેમોકેટ્રિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિંટને પોતાના પ્રતિસ્પર્ધી અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ ઉપર આરોપ લગાવ્યો છે કે મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિક પેના નીટોની સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પની તે વખતે બોલતી બંધ થઈ ગઈ હતી. જ્યારે ત અમેરિકાના દક્ષિણ સીમા પર દીવાલ બનાવવાના પોતાના વાયદા માટે મેક્સિકોના રાષ્ટ્રપતિ પર દબાણ બનાવવા માટે અસફળ રહ્યા હતા.
અહીં થયેલા ત્રીજી અને નિર્ણાયક પ્રેસીડેંશિયલ ચર્ચા દરમિયાન હિલેરીએ કહ્યું, વાત જ્યારે દીવાલ બનાવવાની આવી તો ટ્રમ્પ મેક્સિકો ગયા અને ત્યાં તેમને મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પરંતુ તે તેમની સામે આ મુદ્દો મૂકી શક્યા નહોતા. ત્યાં તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. અને તેના પછી ટ્વિટર યુદ્ધ છેડાઈ ગયું હતું.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે દીવાર બનાવવાની ટ્રમ્પની આ યોજના અને કડક નિર્વાસન નીતિ દેશને અલગ કરવાની છે અને આ નીતિ દેશના મૂલ્યો સાથે મેળ ખાતી નથી.