નવી દિલ્હીઃ અફનાગિસ્તાનમાં રહેતા લઘુમતી હિંદુ અને સિખોની જનસંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક સમયે અઢી લાખ લોકોની આ સમુદાયાની જનસંખઅયા હવે ઘટીને માત્ર 700 રહી ગઈ છે. આવું ખાસ કરીને આતંકી સંગઠન ઇસ્લામિટ સ્ટેટની ધમકીઓને કારણે થઈ રહ્યું છે. લોકો પોતાનું જન્મસ્થળ છોડીને દેશથી બહાર જઈ રહ્યા છે.


અફનાસિસ્તાનમાં લઘુમતીઓનું પલાન છેલ્લા ઘણાં વર્ષોથી વધ્યું છે. તેનું મુખ્ય કારણ મુસ્લિમ બહુમતી દેશમાં તેમની સાથે થનાર ભેદભાવ છે. લઘુમતી ખાસ કરીને હિંદુ અને સિખોએ દરેક સ્તરે ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમને સરકાર તરફથી પણ કોઈ આશ્વાસન નથી મળતું. સ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ ગઈ જ્યારે વિસ્તારમાં થોડા વર્ષોમાં આતંકી સંગઠન આઈએસનું પ્રભુત્વ વધ્યું છે. સુન્ની મુસલમાનોના સંગઠન આઈએસના નિશાના પર દરેક જગ્યાએ બિન મુસ્લિમ નિશાના પર રહે છે.

મીડિયા અહેવાલ અનુસાર લઘુમતીઓની હાલ જે સ્થિતિ અફઘાનિસ્તાનમાં છે તે જોતા તેઓ વધુ સમય સુધી અહીં રહી શકીએ તેવી સ્થિતિમાં નથી. આ વર્ષે માર્ચ મહિનામાં જ અહીંના એક ગુરૂદ્વારા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 25 શીખ માર્યા ગયા હતા. આ હુમલા બાદ પણ હિંદુઓ અને શીખોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

હાલ શીખો અને હિંદુઓ તેમજ અન્ય લઘુમતી સમુદાયના લોકો અફઘાનિસ્તાન છોડવા લાગ્યા છે અને તેઓ ભારતમાં શરણ લેવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલ અફઘાનિસ્તાન સરકાર અને સુરક્ષાકર્મીઓ તરફથી પણ કોઇ ખાસ સુરક્ષા નથી મળી રહી અને હુમલા વધવા લાગ્યા છે તેની સામે મોટા પ્રમાણમાં લઘુમતીઓની હિજરત પણ વધી છે.