Holiday Destination: હાલ વેકેશન ચાલી રહ્યું છે. તો લોકોને સેલ્ફીનું પણ બરાબરનું ઘેલું હોય છે. વ્યક્તિ દરેક ક્ષણને કેમેરામાં કેદ કરવા માંગે છે. પરંતુ આજે દુનિયાની તે સુંદર જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સેલ્ફી લેવી ભારે પડી શકે છે અને આકરો દંડ ભરવો પડી શકે છે. અહીં સુંદર નજારાને કેમેરામાં કેદ કરવાની સખત મનાઈ છે


પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત ઇટાલીના પોર્ટોફિનો શહેરમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ આ શહેર એટલું અદભૂત છે કે, તમે તેને કેમેરામાં કેદ કર્યા વિના રહી શકશો નહીં. અહીંના સ્થાનિક પ્રશાસને આ પ્રકારનો પ્રતિબંધ લગાવવા પાછળ પોતાનો તર્ક આપ્યો છે.


ઇટાલિયન રિવેરા પર આવેલું આ શહેર હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે જ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોર્ટોફિનોમાં રહેવા અને રંગીન પ્રકૃતિનો આનંદ માણવા આવે છે. રજાના દિવસોમાં સ્થિતિ એવી હોય છે કે, લોકોને રહેવા માટે હોટલ પણ મળતી નથી. આ સ્થળ સિઝન દરમિયાન પ્રવાસીઓથી ખેચોખીચ ભરેલું હોય છે. આ સ્થિતિમાં અહીં રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


સેલ્ફી પર પ્રતિબંધનું કારણ?


પોર્ટોફિનો શહેરમાં આવતા પ્રવાસીઓ રસ્તા પર રોકાઈને સેલ્ફી લેવાનું શરૂ કરે છે. જેને લઈને અહીં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. લોકો રસ્તા પર સેલ્ફી લેતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને અહીં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.


થશે આકરો દંડ


જો તમે અહીં રોકાઈને નિયમોનું ઉલ્લંઘન કરીને સેલ્ફી લો છો, તો તમારે 275 યુરો (24,777 રૂપિયા)નો દંડ ભરવો પડશે. પોર્ટોફિનોના મેયર માટ્ટેઓ વિયાકાવાનું આ કાયદા વિશે કહેવું છે કે, તાજેતરમાં અહીં અરાજકતા વધી છે. આ માટે માત્ર પ્રવાસીઓ જ જવાબદાર છે. માટે ઈટલીના રિવેરા શહેરમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાંનો સેલ્ફી લેવા પર પ્રતિબંધ એક છે. 


PM Modi Selfie: જેની સાથે દરેક વ્યક્તિ પડાવવા માંગે છે ફોટો તેમણે પોતે જ લીધી સ્પેશિયલ સેલ્ફી, જાણો શા માટે PM મોદીની આ તસવીર ચર્ચામાં


PM Modi Safari Look:મૈસુરમાં 'પ્રોજેક્ટ ટાઇગર'ના 50 વર્ષ પૂરા થવાના અવસરે, પીએમ મોદી વાઘની વસ્તી ગણતરીનો અહેવાલ અને વાઘ સંરક્ષણ માટે સરકારના વિઝનને જાહેર કરશે. આ પહેલા પીએમ મોદીનો નવો લુક સામે આવ્યો છે.


 વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (9 એપ્રિલ) કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની એક તસવીર સામે આવી છે, જેમાં તે કાળી ટોપી, ખાકી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને બ્લેક શૂઝ પહેરેલા જોવા મળે છે અને એક હાથમાં તેમના એડવેન્ચર ગોબ્લેટ સ્લીવલેસ જેકેટ છે. આ શૈલીમાં આજે પીએમ મોદી સફારી પ્રવાસની મજા માણશે.