પાકિસ્તાનના સાથીદાર ચીનને અમેરિકાએ ધમકાવ્યુ, કહ્યું- જો વધુ પડતી બર્બરતા કરશો તો....
abpasmita.in | 19 Aug 2019 11:07 AM (IST)
હોંગકોંગમાં આ પ્રદર્શન એક પ્રત્યર્પણ બીલના વિરુદ્ધમાં શરૂ થયુ છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધુ છે
નવી દિલ્હીઃ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન બરાબરનુ ભરાયુ છે, હોંગકોંગના વિક્ટૉરિયા પાર્કમાં એક લાખથી વધુ લોકશાહી સમર્થક પ્રદર્શનકારી એકઠા થઇને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. આના કારણે ચીને બોર્ડર પર ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીનની આ હરકત પર હવે અમેરિકા ગુસ્સે ભરાયુ છે. ચીનના આ પગલાને લઇને અમેરિકાએ કડક શબ્દોમાં ચેતાવણી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપતા કહ્યું કે, જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્ક્વેર જેવી કાર્યવાહી થઇ તો, બન્ને દેશોની વેપાર વાર્તાને મોટુ નુકશાન ભોગવવું પડશે. હોંગકોંગમાં આ પ્રદર્શન એક પ્રત્યર્પણ બીલના વિરુદ્ધમાં શરૂ થયુ છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધુ છે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનના તનાવની વચ્ચે ચીને પાકિસ્તાનને સાથ આપીને યુએનમાં કાશ્મીર મુદ્દે બેઠક પણ બોલાવી હતી.