નવી દિલ્હીઃ ઇઝરાયેલમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીની તૈયારીઓમાં શાસક અને વિપક્ષ પાર્ટીઓ લાગી ગઇ છે. ઇઝરાયેલની ચૂંટણી પ્રચારમાં ઉતરેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી લિકુડે ખાસ તસવીરો અને વીડિયો દ્વારા પ્રચાર શરૂ કર્યો છે. આ તસવીરોમાં પીએમ મોદી અને નેતન્યાહૂ હાથ મિલાવતા દેખાઇ રહ્યાં છે.

સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં બેન્જામિન નેતન્યાહૂએ અનોખો પ્રચાર શરૂ કર્યો છે, જેમાં તેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ગર્મજોશીથી હાથ મિલાવતા દેખાઇ રહ્યાં છે.

ખાસ વાત એ છે કે લિકુડે પાર્ટીએ પોતાના નેતા અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવા માટે આ તસવીરો લગાવી છે. એટલુ જ નહીં કેટલાક વીડિયો પણ પ્રચારમાં આવ્યા છે. નેતન્યાહૂએ પોતાના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ મજબૂત કરી હતી.




નોંધનીય છે કે, ઇઝરાયેલમાં આ વર્ષે નવમી એપ્રિલે ચૂંટણી થઇ હતી, આ ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટી લિકુડને પૂર્ણ બહુમતી ન હતી મળી, વળી ગઠબંધન બનાવવામાં પણ નિષ્ફળ રહી હતી. એટલે હવે ઇઝરાયેલમાં સપ્ટેમ્બરમાં ફરીથી ચૂંટણી થવાની છે.