Hot Weather In Europe in 2022: ક્લાઇમેટ ચેન્જના કારણે ધરતી પર તાપમાન વધવાથી કેટલાય પ્રકારની વિપત્તિઓ આ વર્ષે દુનિયા જોઇ ચૂકી છે. પહેલા યૂરોપ, ચીન અને જાપાનમાં ભીષણ ગરમી, તો ત્યારબાદ પાકિસ્તાનમાં ભયંકર પુરે ખુબ વિનાશ નોતર્યો હતો, પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) સોમવારે જે આંકડો જાહેર કર્યો છે, તે ખુબ ચોંકાવનારો છે.  


WHOનુ માનીએ તો 2022 માં અત્યાર સુધી ગરમીના વાતાવરણને કારણે યૂરોપમાં કમ સે કમ 15,000 લોકોના જીવ ગયા છે. આમાં સ્પેન અને જર્મની સૌથી વધુ પ્રભાવિત થયા છે. 


કેટલાક મોતની જાણકારી નોંધાઇ નથી - 
ડબલ્યૂએચઓના યૂરોપના ક્ષેત્રિય નિદેશક હંસ ક્લૂઝે એક નિવેદનમાં કહ્યું- અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા આંકડાના આધાર પર અનુમાન છે કે 2022માં ખાસ કરીને ગરમીના કારણે કમ સે કમ 15,000 લોકોના મોત થઇ ચૂક્યા છે. સ્પેનમાંથી લગભગ 4 હજાર લોકોના મોત, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકોના મોત, યૂનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકોના મોત અને જર્મનીમાં લગભગ 4,500 લોકોના મોત ગરમીના 3 મહિના દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમને મોતના આંકડાને હજુ વધવાની આશંકા દર્શાવી છે. તેમને કહેવુ છે કે, મોતની જાણકારી રેકોર્ડમાં પણ નહીં નોંધાઇ હશે. 


જૂન અને જુલાઇમાં હતુ મોટ સંકટ 
આ વર્ષે જૂન અને જુલાઇની વચ્ચે ગરમીએ યૂરોપીય દેશોને ખુબ પરેશાન કરી દીધા. અહીં હીટવેવના કારણે પાક સુકાઇ ગયા હતા. સુકા પાક ઉપરાંત જંગલોમાં પણ રેકોર્ડ આગના કેસો સામે આવ્યા હતા. અનાવૃષ્ટિના કારણે યૂરોપ ઉપરાંત ચીનમાં પણ વીજળી સંકટ બરાબરનુ ઘેરાયુ હતુ. 


Air Pollution: દિલ્હીમાં વાયુ પ્રદુષણ વધ્યુ, ઓફિસોમાં 50% લોકોને WFH, જાણો શું છે સરકારની નવી ગાઇડલાઇન


Delhi Air Pollution: દિલ્હીમાં વધતા પ્રદુષણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકારી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે કામ સહિત શુક્રવારે કેટલીય નવી પાબંદીઓનું એલાન કરી દેવામાં આવ્યુ છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વાયુ પ્રદુષણ પર બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આની જાહેરાત કરતા કહ્યું- હૉટ સ્પૉટ એરિયામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ લગાવવામાં આવશે, પ્રાઇમરી સ્કૂલ બંધ કરવાની સાથે જ પાંચમાથી ઉપરની સ્કૂલોમાં આઉટડૉર એક્ટિવિટી પર પણ પાબંદીઓ રહેશે. 


ગોપાલ રાયે કહ્યું કે, રાજધાની દિલ્હીમાં ઓડ ઇવન પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના પર્યવારણ મંત્રીએ કહ્યું કે, આના માટે પ્રાઇવેટ ઓફિસો સાથે પણ વાત કરી રહ્યાં છીએ, જેથી તે પણ આને લાગુ કરાવે. દિલ્હી સરકારના તમામ કર્મચારીઓના work from home કાલથી શરૂ થશે. દિલ્હી સરકારના 50% કર્મચારીઓ શનિવારથી વર્કફ્રૉમ હૉમ કરશે. 500 બસો પ્રાઇવેટથી હાયર કરવાની વાત કરવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારવામાં આવશે. 


આ પહેલા CAQM એ ગુરુવારે પ્રદુષણના સીવિયર કેટેગરીની જાણકારી આપી છે. આ પછી નવા પ્રતિબંધો લગાવવાની વાત કહેવામા આવી હતી. આવામાં પહેલાથી  જે કન્સ્ટ્રક્શન અને ડિમૉલિશન પર પ્રતિબંધ હતો તે ચાલુ રહશે, પરંતુ પહેલા કેટલીક વસ્તુઓમાં છૂટ હતા પરંતુ શક્રવારથી તેના પર પ્રતિબંધ રહેશે, જેવા કે હાઇવે, પાણીની પાઇપલાઇન પાથરવાનુ કામ વગેરે.