Tanzania Plane Crash: તંજાનિયામાં રવિવારે એક મોટી વિમાન દૂર્ઘટના ઘટી છે. અહીં એક યાત્રી વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ તળાવમાં ખબકી ગયુ હતુ, આ વિમાન દૂર્ઘટના એટલી કરુણ અને ઘાતક હતી કે તેમાં સવાર 19 લોકોના મોત થઇ ગયા હતા, જોકો 26થી વધુ લોકોને સહીસલામત રીતે બચાવી લેવામા આવ્યા હતા.
આ ઘટનાને લઇને બતાવવામાં આવી રહ્યું છે કે, પ્રિશીજન એરલાઇન્સના ઘરેલુ વિમાન જે સમયે બુકોબામાં લેન્ડ કરવા જઇ રહ્યું હતુ, ઠીક તે જ સમયે પાયલટનુ નિયંત્રણ છુટ ગયુ અને વિમાન એરપોર્ટની પાસે વિક્ટૉરિયા તળાવમાં પડી ગયુ હતુ. આ વિમાન દાસ એર સલામથી વાયા મ્વાંજા થઇને જઇ રહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે બુકોબા એરપોર્ટ પર રનવેનો એક ભાગ આફ્રિકાકના સૌથી મોટા તળાવ વિક્ટોરિયા તળવામાં ઘૂસી ગયો હતો.
આ ઘટના સામે આવતા જ તંત્રએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ, તંજાનિયાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિમાનમાં 43 યાત્રી સવાર હતા, વળી, આ દૂર્ઘટનામાં 19 લોકોને મરવાની પણ ખબર હતી. આમાં વિમાનના બન્ને પાયલ પણ હોઇ શકે છે. રાહત-બચાવ કર્મીઓએ તળાવમાં પડેલા 26 લોકોને સહીસલામત રીતે બચાવી લીધા છે.
રાષ્ટ્રપતિ હસને શોક વ્યક્ત કર્યો
પ્રમુખ સામિયા સુલુહુ હસને (Samia Suluhu Hassan) અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી ચાલુ હોવાથી શાંતિ જાળવવા અપીલ કરી છે. વાસ્તવમાં, વિમાન તાન્ઝાનિયાના સૌથી મોટા શહેર દાસ એસ સલામથી બુકોબા થઈને મવાન્ઝા જઈ રહ્યું હતું. ઉડાન ભર્યા બાદ પ્લેન તોફાન અને ભારે વરસાદમાં ફસાઈ ગયું હતુ અને વિક્ટોરિયા લેકમાં તૂટી પડ્યું હતું.
જણાવી દઈએ કે, પ્રેસિઝન એર કેન્યા એરવેઝની માલિકીની છે. તેની સ્થાપના 1993 માં કરવામાં આવી હતી અને તે સેરેનગેટી નેશનલ પાર્ક અને ઝાંઝીબાર દ્વીપસમૂહ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે સ્થાનિક અને પ્રાદેશિક ફ્લાઇટ્સ તેમજ ખાનગી ચાર્ટરનું સંચાલન કરે છે.