Benjamin Netanyahu House Attack: શનિવાર (16 નવેમ્બર)ના રોજ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના ઘર પર હિઝબૂલ્લાહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કૈસરામાં તેમના ઘર પાસે બે રૉકેટ પડ્યા હતા. દેશની સુરક્ષા એજન્સીએ આ ઘટનાને ગંભીર ગણાવી છે. આ મામલે પોલીસ અને શિન બેટની આંતરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે, હુમલા સમયે વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘરે ન હતો. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. 


આ ઘટના બાદ માહોલ વધુ તંગ થયો છે. હરઝૉગે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. ઇઝરાયેલના પ્રમુખ આઇઝેક હરઝોગે આ ઘટનાની નિંદા કરી હતી અને જાહેર ક્ષેત્રમાં હિંસા વધવા સામે ચેતવણી આપી હતી. "મેં હવે શિન બેટના વડા સાથે વાત કરી છે અને આ ઘટના માટે જવાબદાર લોકો સાથે ઝડપથી તપાસ અને કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત વ્યક્ત કરી છે,"


આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ઘર પર ગયા મહિને 19 ઓક્ટોબરે હુમલો થયો હતો જેની જવાબદારી હિઝબુલ્લાહએ લીધી હતી. તે સમયે નેતન્યાહૂએ હિઝબુલ્લાહ પર તેમની અને તેમની પત્નીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. વળી, ઇઝરાયેલે 23 સપ્ટેમ્બરથી લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર તેના હુમલામાં વધારો કર્યો છે. જેના કારણે હિઝબુલ્લાહ સંપૂર્ણ રીતે પરેશાન છે.






ઇઝરાયેલના વિપક્ષી નેતાઓ કરી નિંદા 
સીઝેરિયામાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ખાનગી નિવાસસ્થાન પરના હુમલાની સમગ્ર રાજકીય સ્પેક્ટ્રમમાંથી નિંદા કરવામાં આવી છે, વિપક્ષના નેતા યાયર લેપિડ અને રાષ્ટ્રીય એકતાના અધ્યક્ષ બેની ગેન્ટ્ઝ બંનેએ આ ઘટનાની નિંદા કરતા નિવેદનો જાહેર કર્યા છે અને ગુનેગારોને ન્યાયની કક્ષામાં લાવવાની હાકલ કરી છે. દૂર-જમણેરી રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વિરે જાહેરાત કરી કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે દુશ્મનની ઉશ્કેરણી હદ વટાવી દેવામાં આવી છે અને આજે સાંજની ઘટનાએ ખતરાના નિશાનને વટાવી દીધું છે.


આ પણ વાંચો