સિંધી એક્ટિવિસ્ટ જફરે કહ્યું કે, સિંધી સમુદાયના લોકોએ એક સંદેશ લઇને હ્યુસ્ટન આવ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી અહીંથી પસાર થશે તો અમે તેમને સંદેશ આપીશું કે અમે આઝાદી ઇચ્છીએ છીએ. અમને આશા છે કે મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમારી મદદ કરશે. આ સંગઠનોના લોકોએ કહ્યું કે, પાકિસ્તાનની સરકાર અમારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.
બલૂચ નેશનલ મૂવમેન્ટ સાથે જોડાયેલા નેતા નબી બક્શ બલોચે કહ્યુ કે, અમે પાકિસ્તાનથી આઝાદી ઇચ્છીએ છીએ. ભારત અને અમેરિકાએ અમને આઝાદી મેળવવામાં એ રીતે મદદ કરવી જોઇએ જે રીતે ભારતે બાંગ્લાદેશને 1971માં કરી હતી. નબી નક્શે કહ્યું કે, અમે અહી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે અમારા સંઘર્ષમાં મદદ માંગવા આવ્યા છીએ. પાકિસ્તાની સૈન્ય બલૂચો પર અત્યાચાર કરી રહી છે.
શનિવારે 100થી વધુ અમેરિકન સિંધી હ્યુસ્ટન પહોંચ્યા છે. તેમને આશા છે કે તેમનું પ્રદર્શન અને બેનર-પોસ્ટર મોદી અને ટ્રમ્પનું ધ્યાન પોતાની તરફ ખેંચીશું. જફરે કહ્યું કે, જે રીતે ભારતે 1971માં બાંગ્લાદેશની આઝાદીનું સમર્થન કર્યુ હતું તે રીતે અમારી આઝાદીની લડાઇને સમર્થન કરવું જોઇએ.