વૉશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચેતવણી આપી છે કે તોફાન મેથ્યૂનો પ્રભાવ ખૂબજ વિનાશકારી હોઈ શકે છે. અમેરિકાના દક્ષિણી તટીય વિસ્તાર છેલ્લા 10 વર્ષના સૌથી મોટા તોફાન સાથે નિપટવાની તૈયારી કરી રહ્યું છે. ઓબામા એ ફેડરેલ ઈમરજન્સી મેનેજમેંટની મુલાકાત કર્યા બાદ બુધવારે કહ્યું, “આ એક ભયાનક તોફાન
છે.” આ તોફાનની સ્પીડ વધવાના કારણે રાજ્યમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. તેમને વધુમાં કહ્યું, “જો આ તોફાન પુરી ગતિથી નહી ત્રાટક્યું તો પણ ઝડપી
હવા ચાલવાના કારણે તોફાન વધવાની સંભાવના છે, જેનો ખૂબ જ વિનાશકારી પ્રભાવ હશે.”
ઓબામાએ કહ્યું, “અમારું અનુમાન છે કે ગુરુવાર સવાર સુધી ફ્લોરિડા પર તેનો પ્રભાવ શરૂ થઈ જશે અને તેના પછી સંભવત: આ ઝડપથી તટની તરફ આગળ વધશે.”
તોફાનથી બચવા માટેની તૈયારીના ભાગરૂપે અમેરિકાના રાજ્યો સાઉથ કેરોલિના, જૉર્જિયા અને ફ્લોરિડાના તટીય વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને ત્યાંના 20
લાખથી વધારે નિવાસીઓને ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે ભોજન, પાણી અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.