ઈસ્લામાબાદ: સર્જિકલ સ્ટ્રાઈક અને દુનિયાભરમાં એકલા પડવાના કારણે ગભરાયેલા પાકિસ્તાને હવે પોતાનો ગુસ્સો ભારતીય ટીવી સીરિયલોને બેન કરી કાઢી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા નિયંત્રકે ભારતીય ચેનલો અને કાર્યક્રમોનું પ્રસારણ કરનારી કંપનીઓ ઉપર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે કાશ્મીરના વિવાદિત વિસ્તારમાં ભડકેલી હિંસા પછી પાકિસ્તાને આ કદમ ઉઠાવ્યું છે.
ભારત પ્રશાસિત કાશ્મીરના દક્ષિણી ભાગમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાંડર બુરહાન વાનીને ઠાર મરાયા પછી ઘાટીમાં ભડકેલી હિંસાના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઉડી સેક્ટરમાં એલઓસીની પાસે ભારતીય સેનાના સ્થાનીય કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ઈલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઓર્થૉરેટીના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું, ભારત અને પાકિસ્તાનની વચ્ચે બનેલી તણાવની સ્થિતિને જોતા જનતા ભારતીય ચેનલો અને કાર્યક્રમોને બેન કરવાની માંગ કરી રહ્યું છે.