ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને જણાવ્યું છે કે પોતાની ધરતી પર હજુ પણ સક્રિય આતંકીઓનો ખાતમો કરે. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે ટ્રમ્પ પ્રશાસન હવાઇ હુમલા બદલ ભારત વિરુદ્ધ નિવેદન કરશે. પરંતુ પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ અગાઉ પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહંમદ કુરેશીએ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ મુદ્દે વાત પણ કરી હતી. તેમણે પણ પાકનાં વિદેશ મંત્રીને કડક શબ્દોમાં સમજાવ્યાં હતાં.
પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ અનુસાર કુરેશીએ પોમ્પિયો સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત પોતાનો રાજકીય હેતુ સાધવા અને ચૂંટણી માટે દિક્ષણ એશિયાની શાંતિને ખતરામાં મૂકી રહ્યું છે.
યુદ્ધ કેદી સાથે કેવું વર્તન કરવું પડે? જિનિવા સંધિ શું છે? જુઓ વીડિયો
ભારતે તોડી પાડેલા F-16 વિમાનનો કાટમાળ POKમાંથી મળી આવ્યો, જુઓ વીડિયો