પાકિસ્તાન તહરીકે-એ-ઇંસાફ પાર્ટીના અધ્યક્ષ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'અમે પ્રાર્થના કરીએ છીએ કે, તે પાકિસ્તાન સાથે એવું કઇ ના કરે.' ઇમરાન ખાને 2 નવેંબરે ઇસ્લામાબાદ બંધ કરવા રાખવાના પોતાના એલાનને યથાવત રાખ્યું હતું. અને દેશભરમાં પોતાની પાર્ટી કાર્યકર્તાઓને કઇ પણ કિમતે તેને બંધ પહેલા તેના નિવાસે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.
ટીવી પત્રકાર રેહમ સાથે ઇમરાન ખાનના લગ્ન 10 મહિનામાં જ તુટી ગયા હતા. પાકિસ્તાન તહરિક-એ ઇંસાફના અધ્યક્ષ ઇમરાન અને રેહમે પરસ્પર સહમતિ સે એક બીજાને તલાક આપ્યા હતા.