અંકારા: તૂર્કીમાં જુલાઈ મહિનામાં થયેલા બળવાની શંકામાં 10 હજારથી વધારે સરકારી કર્મચારીઓને તૂર્કી સરકારે નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ લોકોમાં સૌથી વધુ એકેડમી, શિક્ષક અને હેલ્થ વર્કર છે. એટલું જ નહીં, 15 મીડિયા આઉટલેટ્સને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.


જો કે, તૂર્કી સરકાર આ બળવા પાછળ અમેરિકામાં વસેલા ધાર્મિક નેતા ફતુલ્લાહ હુલેનને જવાબદાર માને છે અને આ લોકોએ ગુલેનની સાથે સંબંધોમાં થયેલી શંકામાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિશ્વવિદ્યાલયોમાં પહેલા રેક્ટર પદ માટે ચૂંટણી થતી હતી. પરંતુ સરકારે હવે ચૂંટણીને ખતમ કરી દીધી છે. હવે રાષ્ટ્રપતિ તૈય્યીપ ઈર્દોગન રેક્ટર્સની નિમણૂંક કરશે.