ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓ પર ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના દાવા બાદ પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ઇમરાને ખાને કહ્યું કે, તે પ્રધાનમંત્રી નવાઝ શરીફને જણાવશે કે આ પ્રકારના હુમલા પર કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ. ઇમરાને કહ્યું, શરૂઆતમાં તો મને નવાઝ શરીફને એક મેસેજ આપવો હતો પરંતુ ગઈકાલે (શુક્રવારે)હું મોદીને પણ એક મેસેજ આપીશ.
ખાને લોકોને એક રેલીમાં પણ ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, એકતા દર્શાવવા માટે પાકિસ્તાનના તમામ લોકોએ રેલીમાં ભાગ લેવો જોઈએ. હું નવાઝ શરીફને જણાવીશ કે મોદીને કેવી રીતે જવાબ આપવો છે.
પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફના પ્રમુખે નવાઝ શરીફના શાસનમાં નિષ્ફળતા તરફ ઈશારો કરતાં કહ્યું કે, (સેના પ્રમુખ) જનરલ રાહીલ શરી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઈકના ભારતાના દાવાને ફગાવી દીધો છે, પરંતુ પુષ્ટિ કરી ચે કે એલઓસી પર ગુરુવારે ભારતીય સેનાની ગોળીબારીમાં બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.