નવી દિલ્લી: બુધવારે મોડી રાત્રે ભારત દ્વારા POK માં આતંકવાદી પર કરવામાં આવેલા હુમલાના કારણે પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે. આ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ ઓપરેશન પછી પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્તને સમંન્સ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે મંગળવારે સુરક્ષા સમિતિની બેઠક અને બુધવારે સંસદનું સયુક્ત સત્રને બોલાવ્યું છે.

પાકિસ્તાનના કબ્જાવાળા ક્શમીરમાં આતંકવાદીની ગુપ્ત જગ્યા પર ભારતે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી 35-40 આતંકવાદીઓ માર્યા બાદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે શુક્રવારે કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચર્ચા કરવામાં આવશે.