નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની કોઇના કોઇ હરકતોને કારણે સમાચારોમાં રહે છે. આ વચ્ચે ગૂગલ પર ભીખારી સર્ચ કરવા પર ઇમરાન ખાનની તસવીર સામે આવી રહી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં ભારત સરકાર દ્ધારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ ઇમરાન ખાન અનેક પ્રકારના નિવેદન આપી રહ્યા છે અને નિર્ણયો બદલી રહ્યા છે. જોકે, તેમના મોટાભાગના નિવેદનો પાકિસ્તાનની જનતા માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યા છે.
હવે ગૂગલ પર ભીખારી સર્ચ કરવા પર ઇમરાન ખાનની તસવીર અને તેમના સંબંધિત ખબરો આવી રહી છે. તેમની તસવીરો પર લોકો મોજ લઇ રહ્યા છે. આ અગાઉ તે ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર ટ્રોલ થઇ રહ્યા છે. હવે તે ગૂગલ સર્ચમાં પણ ટ્રોલ થઇ રહ્યા છે. ભારત વિરોધી પોતાના નિર્ણયનો કારણે પાકિસ્તાનની જનતા હાલના દિવસોમાં આર્થિક સંકટ અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ ઇમરાન ખાન અનેક પ્રકારના વિચિત્ર નિર્ણયો લઇ રહ્યા છે.
એટલું જ નહી ઇમરાન ખાન પોતાના વિદેશી પ્રવાસ અને ટ્વિટર પર પણ દુનિયા સામે કરગરી રહ્યા છે. છેલ્લા અમેરિકન પ્રવાસમાં પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ કાશ્મીર પર ભારતે 370 કલમ પર નિર્ણય લીધો તો તે ટ્વિટર પર ધમકી આપવા લાગ્યા છે.
ગૂગલ પર ભીખારી સર્ચ કરવા પર દેખાઇ રહ્યા છે ઇમરાન ખાન, સોશિયલ મીડિયા પર ટ્રોલ
abpasmita.in
Updated at:
19 Aug 2019 08:06 PM (IST)
વાસ્તવમાં ભારત સરકાર દ્ધારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ ઇમરાન ખાન અનેક પ્રકારના નિવેદન આપી રહ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -