અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં પોતાના ઉત્તારાધિકારી ડોનાલ્ડ ટ્રંપ સાથે પહેલી વાર મુલાકાત કરી હતી. અને તેમને પોતાની સાથે સહોયગ આપવા માટે જણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતીની ચુંટણી બાદ સત્તા પરિવર્તન થયા બાદ બંને નેતાઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરી હતી. બંને વચ્ચે 90 મીનીટ સુધી ચર્ચા થઇ હતી. ઓબામાએ ટ્રંપ સાથેન મુલાકાતને 'શાનદાર' જણાવી હતી.
ઓબામાએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું, હું તમને કહેવા માંગુ છું કે, "ચુંટાયેલા રાષ્ટ્રપતીની શક્ય તમામ મદદ કરવા માંગીએ છીએ. કેમ કે તમે સફળ થશો તો દેશ સફળ થશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મારુ માનવુ છે કે, ગમે તે પાર્ટી હોય, ચાહે કોઇ પણ રાજકીય પસંદગી હોય, આપણે એક સાથે મળીને પડકારોનો સામનો કરવો જોઇએ."