Imran Khan on IPL: પાકિસ્તાનમાં લોકોને રમઝાનના પવિત્ર મહિનામાં પણ લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે તેની ચિંતા કર્યા વગર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ભારતની મેગા ક્રિકેટ ઈવેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની સાથો સાથે ભારતીય ક્રિકેટ બોર્ડને લઈને શેખી મારવામાં વ્યસ્ત છે. પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાં ના રમાડવાના ભારતના નિર્ણયથી ઈમરાન ખાન છટપટી ઉઠ્યાં છે.

પાકિસ્તાનના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, તેમના દેશના ખેલાડીઓએ એ વાતને લઈને સહેજ પણ ચિંતા ન કરવી જોઈએ કે, ભારત તેમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં નથી રમવા દેતું. જાહેર છે કે, જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ પણ આ લીગમાં રમતા જોવા મળ્યા હતા. પરંતુ મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ બીસીઆઈએ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાંથી બહાર કરી દીધા હતા. આમ પાકિસ્તાની ખેલાડીઓ 2008થી IPLનો ભાગ બની શક્યા નથી.

આ મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાને એક રેડિયોને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. આ મુદ્દા પર પોતાનો મુદ્દો રાખતા તેમણે કહ્યું હતું કે, મને તે વિચિત્ર લાગે છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાની ખેલાડીઓને (તેમને IPLમાં રમવાની મંજૂરી ન આપીને) પોતાનો ઘમંડ બતાવી રહ્યું છે. તેમાં માત્ર ઘમંડની ગંધ આવે છે.'

પોતાની વાત આગળ રાખતા ઈમરાન ખાને કહ્યું હતું કે, જો બીસીસીઆઈ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાં રમવાની મંજૂરી ન આપે તો કોઈ વાંધો નથી.

આ ઉપરાંત પોતાની વાતને આગળ વધારતા પૂર્વ પાકિસ્તાની કેપ્ટને એમ પણ કહ્યું હતું કે, ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ' હવે 'ઘમંડી' બની ગયું છે કારણ કે તેને ત્યાં 'ઘણું ફંડ' મળી રહ્યું છે. એ કમનસીબ છે, પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો. જે રીતે ભારત હવે ક્રિકેટની દુનિયામાં મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે, તેનાથી તેનામાં ઘમંડ ભરાઈ ગયો છે. ભારતીય બોર્ડ ઘણા પૈસા મળવાને કારણે અહંકારી જેવું વર્તન કરી રહ્યું છે. તેઓ જ નક્કી કરે છે કે, તેઓ કોની સાથે રમવા માંગે છે અને કોની સાથે નહીં..

જાહેર છે કે, IPL 2023એ આઈપીએલની 15મી સીઝન છે. આઈપીએલ આજે દુનિયાની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાંની એક છે. આઈપીએલમાં ખેલાડીઓ પર રીતસરની ધનવર્ષા થાય છે. પાકિસ્તાન આઈપીએલની આ જલગળતી સફળતાને લઈને ઈર્ષાથી પીડાય છે