Violence In Islamabad: પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ હવે સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. ઈમરાન ખાન ચૂંટણીની માંગને લઈને પોતાના સમર્થકો સાથે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. નવી ચૂંટણીની માંગ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોંચી હતી. ઈમરાન ખાનની કૂચને રોકવા માટે પાકિસ્તાન સરકારે રેડ ઝોનમાં સેના પણ તૈનાત કરી છે.






જોકે, આ આઝાદી માર્ચમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો મળ્યા હતા. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે.






ઈમરાનના સમર્થકોએ ત્યાં એક મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તેમના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રાથમિકતા સરકારી ઈમારતોની સુરક્ષા છે.


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોને રોકવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના કાર્યકર્તાઓએ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા છે.


ઈમરાન ખાનના સમર્થકોને રોકવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેનાથી નારાજ સમર્થકોએ પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઇમરાન ખાનના કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.