લાહોરઃપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવશે.  પત્રકારો સાથે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે જો કોઈ એવું વિચારે છે કે તે ઘરે જશે તો તે ખોટો છે.


વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટતા કરી હતી કે તેમની તટસ્થ ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પીડીએમ અને જેયુઆઈ-એફના પ્રમુખો વિશે વાત કરતા તેમણે કહ્યું કે મૌલાના ફઝલુર રહેમાન 12મા ખેલાડી છે અને હવે તેમને ટીમમાંથી હટાવવાનો સમય આવી ગયો છે.


ઈમરાન ખાને જણાવ્યું કે તેઓ ચૌધરી નિસારને મળ્યા હતા અને કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી સાથેના તેમના સંબંધો 40 વર્ષથી વધુ જૂના છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં વિપક્ષ ઈમરાન ખાનને લઈને પ્રહારો કરી રહ્યો છે. તે પીટીઆઈ સરકારને ઉથલાવી દેવા માંગે છે. આ માટે તેમણે હજારો લોકો સાથે રેલી પણ કાઢી હતી. વિપક્ષે ઈમરાન ખાન પર અર્થવ્યવસ્થા, શાસન અને વિદેશ નીતિને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનનો ઈતિહાસ છે કે ત્યાં કોઈ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી.


સંયુક્ત વિપક્ષમાં પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ પક્ષો સામેલ છે, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહત્વપૂર્ણ છે. તેમના નીચલા ગૃહમાં લગભગ 163 સાંસદો છે. અવિશ્વાસ પ્રસ્તાવ જીતવા માટે ઓછામાં ઓછા 172 ની બહુમતી જરૂરી છે.


નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે બુધવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 2019માં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળના વિસ્તરણમાં જાણી જોઈને વિલંબ કર્યો હતો જેથી પ્રક્રિયા પર "વિવાદ" ઊભો થાય. શરીફે કહ્યું કે જ્યારે વડાપ્રધાન ખાને 2019માં આર્મી ચીફનો કાર્યકાળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે નોટિફિકેશનમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો. જોકે શરીફે સ્વીકાર્યું હતું કે તેમની પાસે તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.


 


વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........


કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા


PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન


Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ