રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટી જાહેરાત કરી છે. પુતિને કહ્યું કે રશિયાના મિત્ર ના હોય તેવા દેશોઓ હવે રૂબલ (રશિયન ચલણ)થી જ ગેસ ખરીદવો પડશે. જેમાં યુરોપિયન યુનિયન (EU) ના તમામ સભ્યોનો સમાવેશ થાય છે. પુતિને કહ્યું કે તેઓ હવે રશિયા સામે ઊભા થયેલા લોકોને ડોલર અને યુરોમાં ગેસ નહીં આપે.
યુક્રેનના આક્રમણને કારણે તમામ દેશોએ રશિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જેના જવાબમાં પુતિને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. પુતિને કહ્યું કે સંબંધિત દેશોએ તેમનો વિશ્વાસ તોડ્યો છે.
યુરોપના કુલ વપરાશમાં રશિયન ગેસનો હિસ્સો લગભગ 40% છે, અને આ વર્ષે અત્યાર સુધીમાં રશિયામાંથી EU ગેસની આયાત 200 મિલિયનથી 800 મિલિયન યુરો ($880 મિલિયન) ની વચ્ચે વધઘટ થઈ છે. ચલણમાં ફેરફારથી તે ધંધામાં હલચલ મચી જવાની સંભાવના છે. બુધવારે જ કેટલાક યુરોપિયન અને બ્રિટિશ જથ્થાબંધ ગેસના ભાવમાં લગભગ 15-20%નો વધારો થયો હતો.
પુતિને કહ્યું કે સરકાર અને કેન્દ્રીય બેંકને એ જાણવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે કે આવનારા ચલણને રશિયન ચલણ રૂબલમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય. હવે ગેસ કંપનીને પણ કોન્ટ્રાક્ટમાં સંબંધિત ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવશે.