ઇસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાને  પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પાકિસ્તાની રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને ઇમરાન ખાનને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.   શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ભારતના પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ગયા છે. ઇમરાન ખાને શપથ સમારોહમાં સામેલ થવા માટે સિદ્ધુ, સુનીલ ગવાસ્કર અને કપિલ દેવને આમંત્રણ આપ્યું હતું. જોકે, કપિલ દેવ અને ગવાસ્કર શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે નહીં. નેશનલ અસેમ્બલીએ પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે ઇમરાન ખાનને પસંદ કર્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે 176 મત મળ્યા જ્યારે તેમના વિરોધી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)એ અધ્યક્ષ શહબાજ શરીફને ફક્ત 96 મત મળ્યા હતા.

વડાપ્રધાન પસંદ થયા બાદ પીટીઆઇના અધ્યક્ષ ઇમરાન ખાને કહ્યું કે, હું કોઇ તાનાશાહના ખભા પર ચઢીને નથી આવ્યો. 22 વર્ષના સંઘર્ષ બાદ હું અહીં પહોંચ્યો છું. ફક્ત એક નેતાએ મારા કરતા વધુ સંઘર્ષ કર્યો છે અને તે મારા હીરો (પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝિન્ના)ઝીન્ના હતા.

ઇમરાન વડાપ્રધાન બન્યા બાદ ભારત સાથે સારા સંબંધોની આશા છે. ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને આવ્યા બાદ ઇમરાન ખાનને ફોન કરીને વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા હતા.