નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્વતંત્રતાના દિવસના અવસર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની વિધાનસભામાં પહોંચ્યા હતા. એકવાર ફરી તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. અહીં વિધાનસભાને સંબોધતા ઇમરાન ખાને કહ્યું કે, મેં કાશ્મીર મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સત્ય દુનિયા સામે રાખ્યું છે. તેમણે કહ્યું કે, આ ફક્ત કાશ્મીરમાં રોકાશે નહી. અમને રિપોર્ટ્સ મળી છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે.

ઇમરાન ખાને કહ્યું કે, પરંતું અમારી સેના તૈયાર છે અને જો કાંઇક થયું તો અમે જવાબ આપીશું. જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટમાં કર્યુ હતું, હવે તેઓ પીઓકે તરફ આવી શકે છે. ઇમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બને છે તો આ માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર હશે.



ઇમરાન ખાને કહ્યું કે, હવે પાકિસ્તાન કાશ્મીરના મામલાને દુનિયાના તમામ ફોરમ પર ઉઠાવશે. સાથે જો જરૂર પડી તો અમે ઇન્ટરનેશનલ કોર્ટમાં જઇશું. આવનારા સમયમાં લંડનમાં તેને લઇને મોટી રેલી કાઢવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.


જમ્મુ કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન રઘવાયુ બન્યુ છે. ઇમરાને કહ્યું કે, ભાજપ અને સંઘની વિચારધારા મુસલમાનો વિરુદ્ધ છે, તે હિંદુસ્તાનમાં રાજ કરી રહી છે. અમારા તરફથી તમામ મંચ પર કાશ્મીરની વાત રાખવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીને કાશ્મીરન આ નિર્ણય ખૂબ ભારે પડવાનો છે. નોંધનીય છે કે પાકિસ્તાને ભારત સાથે રાજનીતિજ્ઞ સંબંધ તોડી નાખ્યા છે. બસ-રેલવે સર્વિસ રોકી દેવામાં આવી છે.