ઇસ્લામાબાદઃ કાશ્મીરને લઇને બરાબરના ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સોશ્યલ મીડિયા પર હવે વધુ એક મજાક ઉડી રહી છે.

ઇમરાને કાશ્મીર મુદ્દે નિવેદનબાજી કરતાં એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે UNHRC- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારમાં પાકિસ્તાનને 58 સભ્ય દેશોએ સમર્થન કર્યુ છે, જ્યારે ખરેખરમાં UNHRCમાં માત્ર 47 જ સભ્ય દેશો છે.



ઇમરાન ખાનનું ટ્વીટ......
ઇમરાન ખાને ટ્વીટ કરીને લખ્યુ હતું કે, ‘હું એ 58 દેશોની પ્રસંશા કરુ છુ, જેમને 10 સપ્ટેમ્બરે માનવાધિકાર પરિષદમાં (UNHRC) પાકિસ્તાનનો સાથ આપીને વિશ્વસમુદાયની માંગને મજબૂતી આપી, કે ભારત કાશ્મીરમાં બળપ્રયોગ રોકે, પ્રતિબંધ હટાવે, કાશ્મીરીઓના અધિકારોની રક્ષા થાય અને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અનુસાર કાશ્મીર મુદ્દાનુ સમાધાન કરવામાં આવે.’



નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકારે 5મી ઓગસ્ટે કલમ 370 હટાવી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા, આ સાથે જ પાકિસ્તાન ગભરાઇ ગયુ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સામે ઝેર ઓકી રહ્યું છે. એટલુ જ નહીં વારંવાર ભારત સામે યુદ્ધ કરવાની ધમકી પણ આપી રહ્યું છે.