ટ્રેનમાં તે સમયે લિવાન હોસ્પિટલના એક ડોક્ટર પણ હાજર હતા, તેમને જાણ થતા તેઓ તુરંત મહિલાની મદદ માટે દોડી આવ્યા. ડોક્ટરે કહ્યું કે, ‘હું ભાગીને તે મહિલા પાસે પહોંચ્યો. મહિલા તે સમયે કંઈ બોલી શકતી નહોતી અને તેનું મોઢું ખુલ્લું જ રહેતું હતું. મને શરૂઆતમાં લાગ્યું કે તેને અટેક આવ્યો છે. જ્યારે બ્લડ પ્રેશર ચેક કર્યું અને અન્ય બાબતોની તપાસ કરતા ખબર પડી કે મહિલાનું જડબું ડિસ્લોકેટ થઈ ગયું છે.’
ડોક્ટરે મહિલાનું જડબું સીધું કરવા માટે પહેલા પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન રહ્યો. બીજા પ્રયત્ને મહિલાનું જડબું સરખું થઈ શક્યું. સ્વસ્થ્ય થયા બાદ મહિલાએ જણાવ્યું કે આ પહેલા પણ તેની સાથે એક વખત આવું થયું હતું. જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી તે દરમિયાન ઉલટી કરતી વખતે તેનું જડબું ડિસ્લોકેટ થઈ ગયું હતું.