પ્રદર્શન કરતાં અમેરિકન હુવાઈ હુમલાનો વિરોધ કરતા હતા, જેમાં કતાઈબ હિઝબુલ્લાહ (હિઝબુલ્લા બ્રિગેડ)ના કટ્ટરપંથી જૂથના 25 જેટલા લોકો માર્યા ગહયા હતા. અમેરિકાએ આ ગ્રુપ પર અમેરિકાના કોન્ટ્રાકટરની હત્યાનો આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ઈરાનની સ્થિતિને યોગ્ય રીતે ઉકેલવામાં આવી છે. ઈરાન સાથે યુદ્ધની શક્યતાને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, મને નથી લાગતું કે ઈરાન માટે આ સારો વિચાર હશે. હું શાંતિ ઈચ્છું છું. મને નથી લાગતું કે આમ થશે.
આ પહેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, આ માટે મોટી કિંમત ચુકવવી પડશે. આ ધમકી નથી, ખતરો છે. નવું વર્ષ મુબારક. મંગળવારે અમેરિકન દૂતાવાસ પર થયેલા હુમલા બાદ સુરક્ષા ચુસ્ત કરવા માટે અમેરિકાએ નૌસૈનિકોની ટુકડી ત્યાં રવાના કરી દીધી હતી.
કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરો