Doctor's Treatment : ડોક્ટરોને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે. કારણ કે પોતાની મહેનત અને સમજણના આધારે તે લોકોની સારવાર કરે છે અને તેમને નવું જીવન આપે છે. પરંતુ કેટલીકવાર ડોકટરોની એક નાની અમથી ભૂલ કોઈનો જીવ પણ લઈ શકે છે. આવું જ એક માણસ સાથે થયું છે જેણે પોતાની જીંદગી ડોક્ટરોના હાથમાં સોંપી દીધી હતી. પરંતુ તબીબોની બેદરકારીના કારણે વ્યક્તિએ આકરી પીડાની સાથો સાથ ભારે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો હતો. 


ફ્રાન્સમાં ડોક્ટરોની બેદરકારીને કારણે એવી સ્થિતિ ઉભી થઈ હતી કે, વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને કાપવો પડ્યો હતો. કેન્સરથી પીડિત એક વ્યક્તિની સારવાર દરમિયાન ડોક્ટરોએ કહ્યું હતું કે, જો તે પ્રાઈવેટ પાર્ટ ન કાપે તો તેનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ પાછળથી કંઈક અલગ જ સત્ય સામે આવતા યુવકે ભારે મુશ્કેલીમાં મુકાવવુ પડ્યું હતું.


ડૉક્ટરની ભૂલ માટે માણસને આજીવન પીડા વેઠવાનો વારો


પીડિત વ્યક્તિ ત્રણ બાળકોનો પિતા છે. 2014માં તેમને તેમની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. માત્ર 30 વર્ષની ઉંમરે તેમને કાર્સિનોમા નામનું કેન્સર થયું હતું. નિદાન થયા બાદ તેની સારવાર નેન્ટેસ યુનિવર્સિટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની બેદરકારીના કારણે કેન્સર એટલું ફેલાઈ ગયું કે તે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ સુધી પહોંચી ગયું હતું. પરિણામે ડોક્ટરોએ એમ કહીને પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો કે, જો તેઓ આમ નહીં કરે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જો કે જ્યારે આ મામલે તપાસ થઈ ત્યારે કોર્ટે પીડિતને હોસ્પિટલને વળતર તરીકે ₹54 લાખ ચુકવવાનો આદેશ આપ્યો હતો.


અને કાપવો પડ્યો દર્દીનો પ્રાઈવેટ પાર્ટ


આ વ્યક્તિ સાથે તબીબી બેદરકારીના મામલામાં નેન્ટેસની વહીવટી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, પીડિત દર્દીની સર્જરી દરમિયાન ડોક્ટરોની ભૂલને કારણે પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર ફેલાઈ ગયું હતું. જેના કારણે વ્યક્તિને અસહ્ય પીડા સહન કરવાનો વારો આવ્યો હતી. એકવાર વાત એ હદે વકરી હતી કે દર્દી યુવકે જાતે જ પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેની પત્નીએ તેને સમજાવી આમ કરતા અટકાવ્યો હતો. બીજી તરફ આ મામલામાં લિયોનના એક ડોક્ટરે દાવો કર્યો હતો કે, એક વર્ષની અંદર જ વ્યક્તિની ગાંઠ એટલી વધી ગઈ હતી કે તેના પ્રાઈવેટ પાર્ટને કાઢવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. આમ ના કરવા પર દર્દીનું મૃત્યુ થઈ શકે તેમ હતું. પરંતુ હવે સામે આવ્યું છે કે, ડોક્ટરોએ આ બીમારીને સમજવામાં જ ભૂલ કરી હતી. જેનું પરિણામ વ્યક્તિએ ભોગવવું પડ્યું હતું.