કાશ્મીર મામલા પર એક અન્ય દૂત શજરા મંસબ સાથે આવેલા સૈયદે કહ્યું કે, 'પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન કરવો આ વાતનું પ્રતિક છે. બીજા મુદ્દે પણ વાતચીત થઇ હતી. આ વખતે ફોન કરવાનો ઉદેશ્ય તણાવ દૂર કવરાનો હતો.' તેમણે કહ્યું કે, મોદી 'તે ભારતીય દિલ્લી પ્રતિષ્ઠાનોમાના નથી જ્યાં તમને હમેશા નારાજ રહેનાર અે શીત યુદ્ધ વાળી જૂની માનસિક્તા વાળી વૃદ્ધજન મળે છે. જેમના ચહેરા પર કોઇ હસી નથી હોતી, મોદી એ રીતે જોતા બહારના વ્યક્તી છે.
સૈયદને કહ્યું કે, મને લાગે છે કે શાર્ક સમ્મેલન ઇસ્લામાબાદમાં થશે. મોદી ત્યાં જશે અને નવાજ શરીફને ગળે મળશે. મોદીને અહેસાસ છે કે આ આગળ વધવાનો રસ્તો છે. સૈયદે વધુમાં કહ્યું કે, 'મોદીમાં અચંભીત કવરવાની ક્ષમતા છે. તેમની ખાસિય ત એ છે કે, તે યૂ-ટર્ન લેવમાં ઘણા ફ્લેક્સીબલ છે. એટલા માટે મને આવનારા દિવસોમાં કદાચ એક સારા યૂ-ટર્નની આશા છે. અને અમે દક્ષિણ એશિયા સાથે સંબંધોમાં સુખદ આશ્ચર્ય જોઇ શકીએ છીએ. કેમ કે મોદી અને શરીફ વચ્ચે સારા સંબંધ છે. તેમજ મને લાગે છે કે મોદી પોતાના લોકોને આ યૂ-ટર્ન માટે તૈયાર કરી રહ્યા છે.