નવી દિલ્લી: વિશ્વમાં તો ન જાણે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ ફિલ્મી દુનિયામાં ઑસ્કર અને વાસ્તવિક દુનિયામાં શાંતિનો નોબેલ પુરસ્કારની ચર્ચા આખા વિશ્વમાં છે. અમે તમારી ચાની ચુસ્કીઓ પર શાંતિનો નોબેલ મળવા અને ન મળવાને લઈને વાદ-વિવાદ થતો રહે છે. જેમ કે ગાંધીને નોબેલ પુરસ્કાર કેમ આપવામાં આવ્યો નહોતો અને ક્યાં કારણોસર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
વર્ષ 2016નો શાંતિ નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે અને આ બહુપ્રતીક્ષિત પુરસ્કાર કોલંબિયાના નેતા અને રાષ્ટ્રપતિ Juan Manuel Santosને મળ્યો છે. રાષ્ટ્રપતિ સેંટોસને કોલંબિયા શાંતિ સમજૂતી માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કોલંબિયામાં લગભગ 52 વર્ષના સંઘર્ષ પછી શાંતિ સમજૂતી થઈ છે. જો કે ગત રવિવારે દેશની જનતાએ આ કરારને ઠુકરાવી દીધો હતો. નોર્વેની રાજધાની ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પુરસ્કાર 10 ડિસેમ્બરે આપવામાં આવશે. જો કે કોલંબિયાના રાષ્ટ્રપતિને આ વાતની જાણ પહેલાથી નહોતી.
વર્ષ 2016માં શાંતિનો નોબેલ પુરસ્કાર માટે 376 ઉમેદવાર હતા, જે એક રેકોર્ડ છે. તેમાંથી 228 વ્યક્તિઓ હતા, તો બીજી બાજુ 148 સંગઠન છે. અગાઉ આ રેકોર્ડ 278 દાવેદારોનો હતો, જે 2014માં બન્યો હતો. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે પોપ ફ્રાંસિસ અને સીરિયામાં કામ કરી રહેલા વ્હાઈટ હેલમેટ ક્લિયર ફેવરેટ હતા.
2016નો નોબેલ શાંતિ પુરસ્કારોની રેસમાં ભારતના શ્રીશ્રી રવિશંકર, અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા માનવાધિકાર કાર્યકર્તા સ્વેતલાના ગનુશ્કિના, સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સફેદ હેલમેટ પહેરીને રાહત કાર્યોને પરિણામો આપનાર ગ્રુપ વ્હાઈટ હેલમેટ અને દિલ્લીમાં 2013માં એશિયન સાઈકિલિંગ ચેંપિયનશિપમાં ભાગ લેનાર અફગાનિસ્તાનની મહિલા સાઈકિલિંગ ટીમનો પણ સમાવેશ થાય છે.