Russia-Ukraine War:  યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ભારતે યુક્રેનમાં માનવતાવાદી કટોકટી પર રશિયાના ઠરાવ પર મતદાન કર્યું નહોતું. ખાસ વાત એ છે કે યુક્રેન અને રશિયા યુદ્ધ મુદ્દે ભારતે પોતાની તટસ્થતા જાળવી રાખી છે. આ જ કારણ છે કે આ પહેલા ભારત યુએનમાં યુક્રેન મુદ્દે રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રસ્તાવ પર પણ મતદાનથી દૂર રહ્યું હતું.


ભારત સહિત કુલ 13 દેશોએ રશિયાના પ્રસ્તાવ પર વોટિંગમાં ભાગ લીધો ન હતો. રશિયાએ સીરિયા, ઉત્તર કોરિયા અને બેલારુસના સમર્થનથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ તે પસાર થઈ શક્યો નહોતો કારણ કે તેને પાસ થવા માટે 9 મતની જરૂર હતી.


રશિયાના પ્રસ્તાવમાં શું હતું?


રશિયા અને ચીને આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત અને સુરક્ષા પરિષદના અન્ય સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુએનના કાયમી સભ્ય રશિયાએ 15 સભ્યોની કાઉન્સિલમાં ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં  રશિયાએ રાજકીય સંવાદ, મધ્યસ્થી અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન માટે મહિલાઓ, બાળકો અને માનવતાવાદી કામદારો સહિત તમામ નાગરિકોની સુરક્ષા માટે હાકલ કરી હતી.


ભારતે કોઈ નિવેદન આપ્યું નથી


મતદાન પછી સભ્ય દેશોએ એક નિવેદન પણ બહાર પાડ્યું પરંતુ ભારતે કોઈ નિવેદન આપ્યું નથી. આ પહેલા ભારતે બે વખત સુરક્ષા પરિષદમાં વોટિંગમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો છે. ભારતે જનરલ એસેમ્બલીમાં રશિયા વિરુદ્ધના ઠરાવ પર પણ વોટિંગ કર્યું ન હતું.


અમેરિકાએ રશિયા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો


યુએનમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદના 13 સભ્યોએ યુક્રેનમાં માનવતાવાદી સંકટ અંગે રશિયાના ઠરાવ પર મત આપ્યો નથી. થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું, રશિયાએ યુદ્ધ કર્યું, હુમલો કર્યો. તેણે યુક્રેનમાં ઘૂસણખોરી કરી હતી, યુક્રેનમાં લોકો પર અત્યાચાર માટે રશિયા જ જવાબદાર દેશ છે. હવે રશિયા ઈચ્છે છે કે આપણે એવો ઠરાવ પસાર કરીએ જે તેમની ક્રૂરતાને પણ સ્વીકારતું નથી. આ ખૂબ જ બેજવાબદારીભર્યું પગલું છે


 


વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........


કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા


PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન


Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ