નવી દિલ્હીઃ ચીને પહેલીવાર સત્તાવાર રીતે માન્યુ છે કે ગલવાન ઘાટીની હિંસામાં તેમના ચાર સૈનિકો માર્યા ગયા હતા, અને એક સૈનિક ઘાયલ થયો હતો. ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)એ શુક્રવારે આ તમામ સૈનિકોને બહાદુરી પદકથી નવાજ્યા. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓનુ માનવુ છે કે આ હિંસામાં ચીનના 45 સૈનિકો માર્યા ગયા હતા. 


ચેન હૉન્ગજુનને 'સદીનો હીરો'ના ખિતાબ અપાયો.... 
ચીને સરકારી ટીવી, સીજીટીએને જણાવ્યુ કે શુક્રવારે સીએમસીએ માર્યા ગયેલા આ તમામ સૈનિકોને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન અને માનદ ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યા છે. સીજીટીએન અનુસાર, ગલવા ઘાટીમાં ભારતીય સૈનિકો સામે લડતા માર્યા ગયેલા પીએલએ સેનાના જવાન ચેન હૉન્ગજુનને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) દ્વારા જાહેર આ 'સદીનો હીરો'નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 29 ચીની નાગરિક છે, જેને છેલ્લા 100 વર્ષોમાં ચીનની સીમાઓની સુરક્ષા, કોરિયન યુદ્ધ, જાપાન સામે યુદ્ધ, પુલિસિંગ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. 


બન્ને દેશો વચ્ચે થઇ હતી ભયંકર લડાઇ....
ચીન દ્વારા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોને સદીનો હીરો ખિતાબ આપવાના જાણી શકાય છે કે 15-16 જૂન 2020ની રાત્રે પૂર્વી લદ્દાખ સાથેની એસએસી પર બન્ને દેશોની સેનાઓની વચ્ચે કેટલીય ભયંકર લડાઇ થઇ હતી. જોકે, આ દરમિયાન એકપણ ગોળી ન હતી છુટી. આ ઉપરાંત અન્ય શહીદ સૈનિક ચેન જિયાનગૉન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જુઓરનને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન આપવામા આવ્યુ છે. ચીનના જવાનોના નેતૃત્વ કરનાર એક કર્નલ, ક્યૂ ફેબાઓ (રેજીમેન્ટ કમાન્ડર) જે હિંસા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેને 'હીરો કર્નલ'ની ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યો છે. જોકે સીજીટીએને ગલવાનનુ નામ નથી લીધુ, અને કહ્યું કે 'જૂનના મહિનામાં એક સીમા વિવાદ'આ ક્ષતિ થઇ છે, પરંતુ ગ્લૉબલ ટાઇમ્સે સ્પષ્ટ લખ્યું છે કે ગલવાન ઘાટીની હિંસા (15-16 જૂન, 2020)માં હાનિ થઇ હતી.  


ભારતનો દાવો- માર્યા ગયા હતા 45 સૈનિકો..... 
ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયાનુ માનવુ છે કે ચીને ઓછામાં ઓછા 45 સૈનિકોને ગલવાન ઘાટીમાં હિંસમાં ગુમાવ્યા છે, એટલે કે આ હિંસામાં ચીનના 45 સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ સીએમસીએ માર્યા ગયેલા કુલ સૈનિકોની સંખ્યા નથી બતાવી, તે સૈનિકોની જાણકારી આપી છે જેને ફક્ત બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)એ આ સન્માન પીએલએ સૈનિકોને આપ્યુ છે. સીએમસી, ચીનની સૌથી મોટી સૈન્ય સંસ્થા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આના ચેરમેન છે. 


ગલવાન ઘાટીની હિંસામાં ભારતીય સેનાના કુલ 20 સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયા હતા, તેમાંથી છેને વીરતા મેડલથી નવાજવામાં આવ્યા હતા. કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્ર અને પાંચ અન્ય સૈનિકોને (ચાર મરણોપરાંત)ને વીર ચક્ર. 


ઉલ્લેખનીય છે કે, નવ મહિનાના ટકરાવ બાદ ભારત અને ચીન પૂર્વી લદ્દાખની નજીક આવેલી એલએસી પર ડિએન્ગેજમેન્ટ માટે તૈયાર થયા છે, અને બન્ને દેશોની સેનાઓએ ફ્રન્ટલાઇનથી પાછળ હટવાનુ શરૂ કરી દીધુ છે.