આ મિસાઇલની ખાસિયત એ છે કે, તે એટેક દરમિયાન હુમલાની લાઇવ ફીડ પણ મોકલે છે. ભારતે ઇઝરાયેલ પાસેથી આવી કુલ 210 સ્પાઇક એટીજીએમ મિસાઇલ ખરીદી છે, જે ઇમરજન્સી ઓપરેશન અંતર્ગત 280 કરોડ રૂપિયામાં ખરીદી છે.
ગુરુવારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની હાજરીમાં મધ્યપ્રદેશનના મહૂ સ્થિત ઇન્ફેન્ટ્રી સ્કૂલમાં આ પ્રકારની બે સ્પાઇક મિસાઇલોનો ટેસ્ટ કરવામાં આવ્યો. બન્ને મિસાઇલોએ પોતાના ટાર્ગેટને સટીક તાક્યુ હતુ, બન્ને મિસાઇલોએ પોતાના હુમલાની લાઇવ ફીડ પણ મોકલી હતી.
આ 210 મિસાઇલોની સાથે ઇઝરાયેલે ભારતને 12 લૉન્ચર પણ મોકલ્યા છે.
આ મિસાઇલ ઇઝરાયેલની રાફિલ કંપનીએ તૈયાર કરી છે, અત્યાર સુધી 30થી વધુ દેશોની સેનાઓ આ સ્પાઇક એટીજીએમ (એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ)નો ઉપયોગ કરી રહી છે.